શબપેટીમાં સુતેલી મહિલા અચાનક થઈ ઉભી અને… જાણો કયાની આ ચોંકવનારી ઘટના

આજકાલ ઘણા અજીબોગરીબ કિસ્સા બનતા જોવા મળ્યા છે. અમુક કિસ્સા તો એવા બને છે જે સાંભળીને લોકો પણ આશ્ચર્યમાં પડી જતા હોય છે. આ દરમિયાન…

આજકાલ ઘણા અજીબોગરીબ કિસ્સા બનતા જોવા મળ્યા છે. અમુક કિસ્સા તો એવા બને છે જે સાંભળીને લોકો પણ આશ્ચર્યમાં પડી જતા હોય છે. આ દરમિયાન એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મૃત મહિલાનો શાવ અચાનક જ ઉભી થઈ.

આ કિસ્સો ચિલીમાંથી સામે આવ્યો છે. અહીં માયરા અલોંઝો નામની મહિલાના મોતના સમાચાર તેના સગાસંબંધીઓને પહોંચ્યા. સમાચાર મળતાની સાથે જ બધા તાત્કાલિક માયરાના ઘરે પહોંચ્યા. ત્યાં તે શબપેટીમાં સુતી હતી. ડેઇલી મેઇલના સમાચાર મુજબ, લગભગ 4 કલાક ત્યાં લોકોની ભીડ જામી હતી.

ત્યારબાદ જ્યારે માયરાને લાગ્યું કે, લોકો તેની અપેક્ષા મુજબ છેલ્લી વાર તેને મળવા આવ્યા છે, ત્યારે તે અચાનક શબપેટીમાંથી ઉભી થઈ ગઈ. જાણવા મળ્યું છે કે, તે ચાર કલાક સુધી મોતનું નાટક કરતી રહી. ત્યારબાદ માયરાએ તેની પાછળની કહાની જણાવી જે સાંભળીને દરેક આશ્ચર્યમાં મુકાયા હતા.

માયરાએ જણાવ્યું કે, આ કોરોના કાળમાં કોઈ અંતિમસંસ્કાર માટે આવતું નથી. આવી સ્થિતિમાં જો તેનું મોત નીપજ્યું, તો તેમની છેલ્લી યાત્રામાં કોણ કોણ લોકો છે તે માય્રને જાણવું હતું. જાણવા મળ્યું છે કે, આ સમગ્ર નાટકમાં માયરાએ એક લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો. આ સમય દરમિયાન, પ્રોફેશનલ ફોટોગ્રાફરને પણ બોલાવવામાં આવ્યા હતા. અને તમામ મહેમાનોની તસવીરો પણ લેવામાં આવી હતી. આ પછી, માયરાએ તેના દરેક પરિચિતો સાથે ખુબ જ પાર્ટી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *