સેકંડો યુવાનોના દિલની ધડકન સારા અલી ખાનની બિકીનીમાં વાયરલ થઈ તસ્વીરો- જોઇને દિલ આપી બેસશો

Published on Trishul News at 10:57 AM, Wed, 15 September 2021

Last modified on September 15th, 2021 at 10:57 AM

બોલીવુડ: બોલીવુડ (Bollywood) માં પ્રખ્યાત અભિનેત્રી (Famous Actress) સારા અલી ખાને (Sara ali khan) હાલમાં બિકિનીમાં પોતાનો ફોટો શેર કર્યો છે કે, જેમાં તે ખુબ સુંદર લાગી રહી છે.  સારા અલી ખાન આ તસવીરોમાં પરફેક્ટ ફિગર તથા એબ્સને ફ્લોન્ટ કરી રહી છે.  સારા અલી ખાને આ તસવીરો શેર કરતા લખ્યું હતું કે, ફક્ત દિલથી તમે દીવાના થઈ જશો. સારા અલી ખાન આ તસવીરો (Viral Photos) માં યોગ કરતી પણ જોવા મળી રહી છે.

સારા અલી ખાને અગાઉ પણ બેકલેસ બિકિનીમાં ફોટો શેર કર્યો હતો કે, જેમાં તે નિયોન બિકિનીમાં ખુબ ગજબ લાગી રહી છે. સારા અલી ખાનની કામની વાત કરીએ તો તે ખુબ જલદી અક્ષય કુમાર તથા ધનુષની સાથે ‘અતરંગી રે’ નામની ફિલ્મમાં જોવા મળશે. સારા અત્યાર સુધી કેદારનાથ, સિંબા, લવ આજ કલ તથા કુલી નંબર વન જેવી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે. 

ધનુષ-અક્ષય સાથે જોવા મળશે:
સારા અલી ખાન ફિલ્મ ‘અતરંગી રે’માં અક્ષય કુમાર અને ધનુષની સાથે જોવા મળશે. સારા સૌપ્રથમવાર અક્ષય કુમાર અને ધનુષની સાથે કામ કરતી જોવા મળશે. આ ફિલ્મમાં સંગીત એ આર રહેમાનનું છે. ફિલ્મના ગીતો હિમાશું શર્માએ લખ્યા છે. ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે માર્ચ માસમાં શરૂ કરવામાં આવ્યું હતું.

જોકે, કોરોનાને લીધે શૂટિંગ અધવચ્ચે અટકાવવામાં આવ્યું હતું. ઓક્ટોબર, 2020માં ફરીથી શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. સારા છેલ્લે ફિલ્મ ‘કુલી નંબર 1’માં જોવા મળી હતી. ડેવિડ ધવનની આ ફિલ્મમાં વરુણ ધવન પણ સાથે હતો. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.

ડ્રગ્સ કેસમાં સારાનું નામ સામેલ:
માર્ચ માસમાં NCB દ્વારા કોર્ટમાં 12,000 પાનાની ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. કોર્ટના સૂત્રોના મત પ્રમાણે, NCB દ્વારા 33 લોકોની વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. આ તમામ સુશાંતને સીધી રીતે ડ્રગ્સ આપતા હતા તેમજ પ્રોક્યોરમેન્ટની સાથે જ ઈલિસિટ ફાયાનાન્સિંગની સાથે જોડાયેલ છે.

કોર્ટમાં જે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી, તેમાં દીપિકા પાદુકોણનું નામ નથી. દીપિકાનો કેસ NCBના કેસ નંબર 15 સાથે જોડાયેલ છે તેમજ જે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી, તે કેસ નંબર 32 છે કે, જેની હેઠળ ભારતી સિંહ, સારા અલી ખાન તથા શ્રદ્ધા કપૂરના નામ સામેલ થયેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "સેકંડો યુવાનોના દિલની ધડકન સારા અલી ખાનની બિકીનીમાં વાયરલ થઈ તસ્વીરો- જોઇને દિલ આપી બેસશો"

Leave a comment

Your email address will not be published.


*