તક્ષશિલામાં મોતને ભેટેલા માસૂમોની અસ્થિયાત્રામાં શહેરીજનો હિબકે ચડ્યાં

સરથાણા જકાતનાકા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં 24મી મેના રોજ અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં 22 જેટલા માસૂમોના મોત નીપજ્યાં હતાં. મૃતકોને ન્યાય મળે અને અધિકારીઓ સામે…

સરથાણા જકાતનાકા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં 24મી મેના રોજ અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં 22 જેટલા માસૂમોના મોત નીપજ્યાં હતાં. મૃતકોને ન્યાય મળે અને અધિકારીઓ સામે પગલાં લેવાય સાથે જ ફરી ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે 22 મૃતકોના અસ્થિની યાત્રા યોજાઈ. અસ્થિયાત્રા અગાઉ તમામ મૃતકોના અસ્થિનું પૂજન કરવામાં આવ્યું હતું.અસ્થિયાત્રા વરાછામાંથી નીકળતાં જ શહેરીજનો હિબકે ચડ્યાં હતાં અને કાળમુખી દુર્ઘટના ફરી તાજી થઈ હતી.

વરાછાના વિવિધ વિસ્તારમાં અસ્થિના દર્શન કરાવાયાં

અસ્થિ યાત્રા શાંતિપૂર્ણ રીતે તક્ષશિલાથી શરૂ થઈને યોગીચોક, સ્પીનિંગ મીલ અને મીનીબજાર થઈને ખોડિયાર નગર રોડથી નીકળી વલ્લાભાચાર્ય રોડ થઈને હીરાબાગ થઈ તક્ષશિલાએ ફરી સમાપનનો કાર્યક્રમ યોજાયો. અસ્થિયાત્રામાં દરેક મૃતકનો રથ અને તેમના નામનું પ્લેકાર્ડમાં સ્લોગન સાથે ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. અસ્થિના લોકો દર્શન કરી શકે અને તમામ લોકો આ દુર્ઘટનાથી જાગૃત થાય ફરી આ રીતની દુર્ઘટના ન બને તે હેતુથી અસ્થિયાત્રા યોજવામાં આવી છે.

ભારે હૈયે લોકોએ પુષ્પાંજલી આપી

તક્ષશિલાથી નીકળેલી અસ્થિયાત્રાના મૃતકોને સોસાયટી-સોસાયટીએ લોકોએ પુષ્પાંજલિ અર્પી હતી. ભારે હૈયે ગુમાવેલા માસૂમોની ફરી યાદ તાજી થઈ ગઈ હતી અને ફરી આ પ્રકારની દુર્ઘટના ન બને તેવી માંગ સાથે મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

ઉચ્ચ અધિકારીઓ સામે પગલાં લેવાયા નથી

વાલીઓએ માંગ કરી હતી કે, હજુ જવાબદાર વાલીઓ સામે કોઈ જ પગલાં લેવાયા નથી. તેમની અટકાયત નથી કરાઈ તથા તેમને જેલના સળીયા પાછળ ધકેલવાની કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.જેથી લોકોને અપીલ કરાશે કે આ જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય પગલાં લેવામાં આવે. એસએમસી,ડીજીવીસીએલ અને ફાયરબ્રિગેડના ઉચ્ચઅધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *