સસરાએ જ કર્યું દીકરાની વહુ સાથે દુષ્કર્મ, અને પછી…

ગુજરાતમાં બળાત્કારની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી ત્યાં જ સંઘપ્રદેશ સેલવાસમાં ઓમ પ્રકાશ યાદવ નામના નરોલી ગામે રહેતા આધેડસસરાએ કામવાસનામાં ચકચુર બની પુત્રવધુ પર બળાત્કાર ગુજાર્યાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ હતી.  જો કે પોલીસે આરોપી સસરાની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સેલવાસ નજીકના નરોલી ખાતે એક પરિવાર રહે છે. પરિવારના યુવાન બિમાર થઈ જતાં તેને સારવાર માટે માદરે વતન લઈ જવાયો હતો. ઘરે યુવાનની પત્ની કામીની (નામ બદલ્યું છે.) (ઉ.વ.૧૯) અને કામીનીના સસરા ઘરે એકલા હતા. થોડા દિવસ અગાઉ આધેડ વયના સસરાએ કામવાસનામાં ચકચુર બની પોતાની પુત્રવધુ કામીની પર બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. એપાર્ટમેન્ટમાં રહેતા રહીશો સહિત લોકોમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

કામીનીએ આ બનાવની પતિને પણ જાણ કરી હતી. આખરે કામીનીએ સેલવાસ પોલીસ મથકનું શરણું લઈ સસરા વિરૂદ્ધ ફરિયાદ કરતા પોલીસે બળાત્કાર સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં પોલીસે આરોપી સસરાની ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Facebook Comments