સતીશ કૌશિકના નિધનને લઈને થયો સૌથી મોટો ધડાકો- પોલીસને ફાર્મ હાઉસ પરથી મળી આવ્યું…

Satish Kaushik Death: પ્રખ્યાત ફિલ્મ અભિનેતા સતીશ કૌશિકના અચાનક અવસાનથી સૌ કોઈ આઘાતમાં છે. સતીશ કૌશિક દિલ્હી(Delhi)ના એક ફાર્મ હાઉસ(Farm house)માં પાર્ટી કરી રહ્યા હતા.…

Satish Kaushik Death: પ્રખ્યાત ફિલ્મ અભિનેતા સતીશ કૌશિકના અચાનક અવસાનથી સૌ કોઈ આઘાતમાં છે. સતીશ કૌશિક દિલ્હી(Delhi)ના એક ફાર્મ હાઉસ(Farm house)માં પાર્ટી કરી રહ્યા હતા. તે જ સમયે તેમની તબિયત બગડવા લાગી અને 9 માર્ચે તેમનું અવસાન થયું. પ્રાથમિક તપાસમાં સતીશ કૌશિકના મૃત્યુનું કારણ હાર્ટ એટેક(Heart attack) હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ પોલીસ સમગ્ર મામલાની ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે. ફાર્મ હાઉસમાંથી પોલીસને વાંધાજનક દવાઓના પેકેટ મળ્યા છે. હવે પોલીસ તપાસ કરી રહી છે કે આ દવાના પેકેટ સતીશ કૌશિકના મૃત્યુ સાથે સંબંધિત છે કે કેમ.

સતીશ કૌશિકના મૃત્યુ અંગે દિલ્હી પોલીસનું કહેવું છે કે સંપૂર્ણ વિગત પોસ્ટ મોર્ટમ રિપોર્ટની હજુ રાહ છે, જેથી મૃત્યુનું કારણ શું હતું તે યોગ્ય રીતે જાણી શકાશે. જિલ્લા પોલીસની ક્રાઈમ ટીમે દિલ્હીના દક્ષિણ પશ્ચિમમાં સ્થિત ફાર્મ હાઉસની તપાસ કરી હતી, જ્યાં હોળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રાઈમ ટીમને સ્થળ પરથી કેટલીક દવાઓ મળી છે. હવે તપાસ કરવામાં આવી રહી છે કે આ દવાઓનો ઉપયોગ કોણે કર્યો? સતીશ કૌશિક સાથે કોઈ સંબંધ છે કે નહી? આ તમામની તપાસ કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે, આ પાર્ટીનું આયોજન દિલ્હીના એક બિઝનેસમેનના ફાર્મ હાઉસ પર કરવામાં આવ્યું હતું. પોલીસ હવે પાર્ટીમાં ભાગ લેનારા 10-12 મહેમાનોની યાદીમાંથી પસાર થઈ રહી છે. બીજી તરફ પાર્ટીમાં સામેલ બિઝનેસમેન આ કેસમાં વોન્ટેડની યાદીમાં સામેલ છે.

આપને જણાવી દઈએ કે અભિનેતા સતીશ કૌશિશ આ પાર્ટીમાં હાજરી આપવા માટે મુંબઈથી દિલ્હી આવ્યા હતા. જે મિત્રના ફાર્મ હાઉસ પર સતીશ કૌશિક પાર્ટીમાં હાજરી આપવા આવ્યો હતો તેનું નામ વિકાસ માલુ છે. દિલ્હીના બિજવાસનમાં તેનું ફાર્મ હાઉસ છે. વિકાસ માલુ વિરુદ્ધ વર્ષો જૂનો બળાત્કારનો કેસ હતો, જેની પોલીસ તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *