વિદ્યાર્થીઓને કોરોના થશે તો મળશે 1 લાખની સહાય- યૂનિવર્સિટીનો મહત્વનો નિર્ણય

કોરોના કહેરમાં સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીઓએ લીધો મોટો નિર્યણ જેનાથી વિધાર્થીઓ ને થઈ શકે છે સહાય…હવે રાજ્યની કેટલીક યૂનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓની પરિક્ષાના કાર્યક્રમ જાહેર કર્યા છે. કોરોનાની દહેશતને…

કોરોના કહેરમાં સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીઓએ લીધો મોટો નિર્યણ જેનાથી વિધાર્થીઓ ને થઈ શકે છે સહાય…હવે રાજ્યની કેટલીક યૂનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓની પરિક્ષાના કાર્યક્રમ જાહેર કર્યા છે. કોરોનાની દહેશતને કારણે ગુજરાતમાં આંશિક લોકડાઉન જેવી પરિસ્થિતિ છે. ગુજરાતના સ્કૂલ-કોલેજ સહિત તમામ દર્શનીય સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે રાજ્યની જૂદી-જૂદી યૂનિવર્સિટીઓ વિદ્યાર્થીઓની પરીક્ષા માટે કાર્યક્રમ બહાર પાડી રહી છે.

પરંતુ આ દરમિયાન લોકોમાં એવો પણ રોષ છે કે, પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત પણ થઇ શકે છે. ગુજરાતમાં કોરોનાના કેસો લગાતાર વધી રહ્યા છે અને મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. ગત 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કેસ 1000ને પાર પહોંચી ગયા છે.  આ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

આગામી 27 તારીખથી સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીમાં પરીક્ષા યોજાશે. પરંતુ જો પરીક્ષા દરમિયાન કોઈપણ વિદ્યાર્થી કોરોના જેવી બીમારી થશે તો યુનિવર્સીટી 1 લાખ સુધીની વિદ્યાર્થીને સહાય કરશે. આ માટે સૌરાષ્ટ્ર જિલ્લાના કલેકટર સાથે યુનિવર્સીટી સંકલન પણ કરશે. જે બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ ફાઈનલ ઈયરની પરીક્ષાને લઈ મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ઓગસ્ટ મહિનાના બીજા અઠવાડિયામાં ફાઈનલ ઈયરની પરીક્ષા યોજવામાં આવશે.

પરિક્ષા દરમિયાન કોઈપણ વિદ્યાર્થીને કોરોના થશે તો પ્રાયોરિટી ધોરણે સારવાર આપવા સંકલન કરવામાં આવશે. પરીક્ષાના સમયે મેડિકલ ટીમ પણ યુનિવર્સિટી તૈયાર રાખશે. કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર મહિનાનાં અંત સુધીમાં તમામ યુનિવર્સિટીઓને ફાઈનલ ઈયરની પરીક્ષા પૂર્ણ કરી દેવા માટે આદેશ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *