સુરતમાં પોતાના કર્મચારીઓને મર્સીડીઝ કાર આપનાર શેઠનો 185 કરોડનો બંગલો જોઈને દંગ રહી જશો

Published on Trishul News at 10:03 AM, Sun, 21 November 2021

Last modified on November 21st, 2021 at 10:03 AM

જીવનમાં અથાગ પરિશ્રમથી આપણે આપણા ધ્યેય સુધી જરૂર પહોચી શકીએ છીએ. આ વાતમાં કોઈ શંકા નથી . આજના સમયમાં જોવા જઈએ તો કોઈને એક નાનું ઘર લેવું હોય તો પણ વિચાર કરવો પડતો હોય છે, ત્યારે હાલમાં જ એક ખેડૂતપુત્ર એવા સવજીભાઈ ધોળકિયા(Savjibhai Dholakia)એ તેમના ભાઈ ઘનશ્યામ ધોળકિયા(Ghanshyam Dholakia) માટે મુંબઈમાં અધધધ 185 કરોડમાં આલિશાન બંગલો(Luxurious bungalow) ખરીદ્યો છે. ઘનશ્યામ ધોળકિયા ડાયમંડ ઉદ્યોગપતિ સવજી ધોળકિયાના ભાઈ છે. તેમજ હરિકૃષ્ણ ડાયમંડ(Harikrishna Diamond) કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર પણ છે.

આ આલીશાન બંગલો એટલા માટે લીધો છે કારણ કે, લાંબા સમયથી તેમનો પરિવાર અને કેટલાક સ્ટાફના સભ્યો આવા ઘરની શોધખોળમાં હતા. અંતે તેમને મુંબઈમાં બિલ્ડીંગ પસંદ આવી હતી અને તેમની ઓફિસથી એકદમ નજીક છે. 19886 સ્કેવર ફીટમાં આવેલ આ આલિશાન અને શાનદાર બંગલાનું નામ પન્હાર બંગલો છે. જેમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર તથા 6 માળ આવેલા છે.

આ ઘર જેટલું બહારથી સુંદર અને આકર્ષણ જમાવી રહ્યું છે, તેના કરતા તો વધારે આ મકાન અંદરથી તમામ સુખ સુવિધાથી ભરપુર છે. એક વાર આ આલીશાન બંગલાને જોતા જ ખરેખર તમારું મન મોહી જશે. અ પ્રકારનું ઘર દરેક વ્યક્તિઓ માટે સપનાનું ઘર બની રહેશે. મહત્વનું છે કે, બંગલાને ખરીદવા માટે કુલ બે એગ્રિમેન્ટ કરવામાં આવેલ છે. જેમાં પ્રથમ એગ્રિમેન્ટ લીઝ લેન્ડનું હતું.

મળતી માહિતી અનુસાર, 1349 સ્કવેર ફીટની જમીનના 47 કરોડ અને તેની સ્ટેમ્પ ડ્યુટી તરીકે 2.57 કરોડ રૂપિયા ચુકવવામાં આવ્યા છે. આ ઉપરાંત ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઈનાન્સને 36.5 કરોડ રૂપિયાની લોન પેમેન્ટ પણ કરવામાં આવેલ હતી. ઘનશ્યામ ધોળકિયાના નામથી રજિસ્ટર્ડ થયેલ આ 6 માળના બંગલામાં 15 જેટલા એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે. કહેવામાં આવે છે ને દુઃખના દિવસ કોઈના નથી હોતા એવી જ રીતે, ખરેખર આ વ્યક્તિએ એક સમયે ગરીબીમાં જીવન વિતાવેલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "સુરતમાં પોતાના કર્મચારીઓને મર્સીડીઝ કાર આપનાર શેઠનો 185 કરોડનો બંગલો જોઈને દંગ રહી જશો"

Leave a comment

Your email address will not be published.


*