ટ્રક નીચે આવી જ ગયું હતું બાળક, ત્યાં તો માતાએ જે કર્યું… કઠણ કાળજાવાળા જ જોવે આ વિડીયો

મા તે મા બીજા બધા વગડાના વા.. આ કહેવત એમ જ નથી પડી. આ દુનિયામાં માતા જેટલુ બાળકો વિશે વિચારે છે તેટલુ કોઈ નથી વિચારી…

મા તે મા બીજા બધા વગડાના વા.. આ કહેવત એમ જ નથી પડી. આ દુનિયામાં માતા જેટલુ બાળકો વિશે વિચારે છે તેટલુ કોઈ નથી વિચારી શકતુ. દુનિયામાં માતા જેટલું પોતાના બાળકને કોઈ પ્રેમ નથી કરી શકતું. માતા ગમે તેટલી મુશ્કેલીમાં હોય, પરંતુ તે પોતાના બાળકને બચાવવા માટે પોતાના જીવની પરવા કરતી નથી.

હાલમાં એક અકસ્માતનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક માતા પોતાના બાળકને બચાવવા માટે પોતાના જીવની પરવા નથી કરતી અને પછી જે થાય છે તે ચમત્કાર જ કહી શકાય. વાઈરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક માતાએ 12 સેકન્ડમાં બાળકનો  જીવ બચાવ્યો અને એ પણ પોતાના જીવની જરાય ચિંતા કર્યા વગર…

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ ઘટના વિયેતનામની છે. વાઈરલ વિડીયોમાં એક વ્યક્તિ તેની પત્ની અને બાળક સાથે ટુ-વ્હીલર પર જતો જોઈ શકાય છે. ત્યારે એક કાર તેમના વાહનને ઓવરટેક કરે છે અને આ દરમિયાન કાર તેમની બાઇક સાથે અડી જાય છે. જેથી તેની પાછળ બેસેલા પુત્ર અને માતા બંને બાઇક પરથી રોડ પર પડ્યા હતા. એ જ સમયે સામેથી એક પુરઝડપભેર ટ્રક આવી રહી છે.

આવા જીવના જોખમ સમયે પણ માતા બાઈક પરથી પડી ગઈ હોવા છતા તે એક હાથે બાળકને ટ્રક નીચે આવતાથી બચાવી લે છે. અને પોતે પણ બચી જાય છે. એટલે જ કેહવાય છે ને કે “માં તે માં બીજા બધા વગડાના વા” આ બધું માત્ર 12 સેકન્ડમાં થઇ જાય છે. આ વિડીયો ખુબજ વાઈરલ થયો છે. લોકો માતાની હિંમતના ખુબ વખાણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *