ટ્રકની નીચે ચીસો પાડતો રહ્યો મને બચાવો…, પરંતુ લોકો વીડિયો બનાવતા રહ્યા.

Published on Trishul News at 12:03 PM, Sat, 16 November 2019

Last modified on November 16th, 2019 at 12:03 PM

રાજસ્થાનના ધૌલપુર જિલ્લામાંથી માનવતાને શરમજનક બનાવવાનો મામલો સામે આવ્યો છે. અહીંના એનએચ 3 હાઈવે પર ગુલાબ બાગ ચોકડી પાસે એક બાઇક સવાર ટ્રકના પૈડા નીચે આવી ગયો. આ પરિસ્થિતિમાં લોકોની સંવેદના એટલી હદે મરી ગઈ હતી કે, ટ્રાફિક પોલીસ સિવાય અન્ય કોઈ વ્યક્તિએ મદદ માટે આગળ આવ્યા નહીં. દરેક વ્યક્તિ ઘાયલ વ્યક્તિ નો વિડીયો બનાવતા જોવા મળી રહ્યા હતા અને તમાશો જઈ રહ્યા હતા.

આ અકસ્માત 13 નવેમ્બરનો છે અને અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં એક ટ્રકે બાઇક સવાર બદનસિંહ લોધાને કચડી નાખ્યો હતો. ટ્રકના આગળના પૈડા નીચે દબાયેલ લોધા લોકોની મદદ માંગતા રહ્યા, પરંતુ લોકો તેમની અવગણના કરીને આગળ નીકળી રહ્યા હતા.

તે જ સમયે, ઘણા લોકો તેની બાજુમાં જ ઉભા રહીને વિડિઓ બનાવતા રહ્યા. પરંતુ તેમની મદદ માટે કોઈ આગળ આવ્યું નહીં. અકસ્માત જોઈને સ્થળ પર પહોંચેલા ટ્રાફીક પોલીસ પ્રભારીએ પણ લોકોની મદદ માંગી હતી, પરંતુ કોઈ આગળ આવ્યું ન હતું. આ પછી, ટ્રાફિક પોલીસ કર્મચારી આવ્યા અને ઈજાગ્રસ્ત વ્યક્તિને લોહિયાળ હાલતમાં બહાર કાઢ્યા અને ટેમ્પોમાં તેમને હોસ્પિટલ પહોંચાડ્યા.

ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને જિલ્લા હોસ્પિટલથી ઉચ્ચ કેન્દ્રમાં રિફર કરાઈ હતી. પરંતુ સારવાર માટે આગ્રા લઈ જતાં, ઇજાગ્રસ્તનું માર્ગમાં જ મોત નીપજ્યું હતું. પોલીસે ટ્રકને કબજે કરી ડ્રાઇવરને પણ કસ્ટડીમાં લીધો હતો.કહેવામાં આવી રહ્યું છે કે, મૃતક બદનસિંહ લોધા ધોલપુરના કાસિમપુર ગામના રહેવાસી છે. જેઓ બાઇક દ્વારા ગુલાબ બાગ ચોકડી ઉપરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી આવી રહેલી ટ્રકે તેમને કચડી નાખ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "ટ્રકની નીચે ચીસો પાડતો રહ્યો મને બચાવો…, પરંતુ લોકો વીડિયો બનાવતા રહ્યા."

Leave a comment

Your email address will not be published.


*