જાણો કેવીરીતે આ પોલીસ કોન્સ્ટેબલે ભગવાન બનીને બચાવી લીધી ગરીબ માતા અને ગર્ભમાં રહેલા બાળકની જિંદગી

Published on: 6:50 pm, Thu, 13 May 21

ખરેખર કળયુગમાં પણ જયારે માનવતાના દર્શન થાય છે ત્યારે ખુબ જ આનંદની અનુભૂતિ થાય છે. એકતરફ કોરોના મહામારીમાં સેંકડો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, હાલ પણ લાખો લોકો કોરોના સામેની જંગ લડી રહ્યા છે. કોરોના સામે પોતાની પ્રજાને બચાવવા સરકાર તો નિષ્ફળ ઠરી છે પરંતુ લોકોની માનવતાએ કોરોના સામે લડવા સૌથી વધારે તાકાત અને પ્રોત્સાહન દેશના કરોડો લોકોને પૂરી પાડ્યું છે. હાલ આવા જ એક માનવતાના દર્શન તમિલનાડુમાં થયા છે.

તમિલનાડુના ત્રિચી જિલ્લાના એક નાનકડા ગામમાં ચારેબાજુ માનવતા ખીલી ઉઠી હતી. આ ગામના એક ગરીબ વ્યક્તિની પત્ની ગર્ભવતી હતી અને તેની ડીલીવરી માટે પતિ પત્ની બંને ત્રિચી આવ્યા હતા. જયારે ડિલીવરી સમયે ડોકટરે પતિને કહ્યું હતું કે, તમારા પત્ની ખુબ જ કમજોર છે તેમને તાત્કાલિક ‘બી પોઝીટીવ’ લોહી જોઇશે અને જો જલ્દી આ લોહી નહિ મળ્યું તો બંનેના જીવ જોખમમાં મુકાઈ શકે છે. એકતરફ લોકડાઉન હતું અને બીજીબાજુ ડોક્ટરની આ વાત સાંભળી પતિને તો જાણે આંખે અંધારા આવી ગયા હતા. લોકડાઉનના કારણે દરેક બ્લડ બેંકો બંધ હતી. તેમછતાં પત્ની અને બાળકને બચાવવા આ વ્યક્તિ આખા શહેરમાં લોહીની તપાસમાં ભટકવા લાગ્યો.

લોકડાઉન વચ્ચે આવી રીતે બહાર ફરી રહેલા આ વ્યક્તિને જોઇને એક પોલીસ કોન્સ્ટેબલે તેને ઉભો રાખ્યો અને પૂછ્યું કે, ‘લોકડાઉન છે તેમછતાં બહાર કેમ ફરે છે?’ મજબુર પતિ પાસે પોલીસ ઓફિસરને કહેવા માટે શબ્દો પણ નોહતા. પરંતુ જેમ તેમ કરીને આ વ્યક્તિએ પોતાની સઘળી બીના સંભળાવતાં કોન્સ્ટેબલ પોતાનું લોહી આપવા તૈયાર થઇ ગયો. જાણો આ વ્યક્તિને બંજર જમીનમાં પાણીનો ધોધ જ મળી ગયો હોય તેમ ભગવાન બનીને આ પોલીસ ઓફિસર પોતાનું લોહી આપવા તૈયાર થઇ ગયા હતા.

સમયસર લોહી મળતા માતા અને બાળક બંનેનું જીવન બચી ગયું હતું. એકતરફ લોકડાઉન હતું અને બીજીબાજુ ભગવાન બનીને આવેલા આ પોલીસ ઓફિસરે ગણતરીની મીનીટમાં જ બંનેના જીવ બચાવી લીધા હતા. આ તમામ ઘટનાની જાણ પોલીસ કમિશ્નરને પણ થઇ હતી. તેઓ આ પોલીસ કોન્સ્ટેબલની આ સેવાથી ખુબ જ પ્રસન્ન થયા હતા અને સરકાર દ્વારા આ પોલીસ કોન્સ્ટેબલને રૂપિયા ૨૫,૦૦૦ નું ઇનામ આપવામાં આવ્યું હતું.

આટલું જ નહિ, પોલીસ કોન્સ્ટેબલે તેને મળેલા ૨૫,૦૦૦ના ઇનામની રકમ માંથી આ ગરીબ વ્યક્તિનું દવાખાનાનું બધું જ બીલ ચૂકવી દીધું હતું અને તેમાંથી પણ વધેલી રકમ માતા અને બાળકના હાથમાં આપી દીધી હતી. તમને જણાવતા આનંદ થાય કે, આ સમગ્ર બનાવનો એક ફોટો સોસીયલ મીડિયામાં વાયરલ થયો નથી. અર્થાત આજના સમયમાં એકતરફ લોકો દાન અને સેવાના નામે સોસીયલ મીડિયામાં દેખાડો કરી રહ્યા છે અને બીજીબાજુ આવા ઈમાનદાર પોલીસ ઓફિસરે કોઈને પણ ખબર પડ્યા વગર જ બંનેના જીવ બચાવી લીધા હતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.