દેશના કરોડો લોકોના જે બેંકમાં એકાઉન્ટ છે, તે બેંકે પૈસા ઉપાડવાના નિયમોમાં કર્યા મોટા ફેરફાર- જાણી લો જલ્દી…

જો તમે SBIના ATMમાંથી 10 હજાર રૂપિયાથી વધુની રોકડ(Cash) ઉપાડશો તો તમારે OTP આપવો પડશે. OTP દાખલ કર્યા પછી જ તમે પૈસા ઉપાડી શકશો. SBIએ…

જો તમે SBIના ATMમાંથી 10 હજાર રૂપિયાથી વધુની રોકડ(Cash) ઉપાડશો તો તમારે OTP આપવો પડશે. OTP દાખલ કર્યા પછી જ તમે પૈસા ઉપાડી શકશો. SBIએ ATM માંથી ટ્રાન્ઝેક્શન સુરક્ષિત કરવા માટે આ મોટો નિર્ણય લીધો છે. આ નવા નિયમમાં ગ્રાહકો OTP વગર રોકડ ઉપાડી શકશે નહીં. આવી પરીસ્થિતિમાં, જો તમે આ વિશે જાણતા નથી તો તેને સારી રીતે જાણી લો નહીંતર તમારા પૈસા તેમાં ફસાઈ શકે છે. આ વાતની જાણકારી SBI બેંકના એક ટ્વીટ દ્વારા આપવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, ATMમાંથી 10,000 રૂપિયાથી વધુ ઉપાડવા માટે OTPની મદદ લેવી પડશે. આ OTP તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર મોકલવામાં આવશે. ત્યાર પછી તમારે તેનો ઉપયોગ કરવો પડશે.

વિગતો જાણો: 
SBIના ATMમાંથી પૈસા ઉપાડવા માટે તમારે OTPની જરૂર પડશે. આ માટે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. આ OTP ચાર અંકોનો હશે જે ગ્રાહકને એક ટ્રાન્ઝેક્શન માટે મળશે. એકવાર તમે જે રકમ ઉપાડવા માંગો છો તે દાખલ કરી લો, ત્યાર પછી તમને ATM સ્ક્રીન પર OTP દાખલ કરવા માટે કહેવામાં આવશે. તમારે રોકડ ઉપાડ માટે આ સ્ક્રીનમાં બેંકમાં નોંધાયેલા મોબાઇલ નંબર પર પ્રાપ્ત OTP દાખલ કરવાની રહેશે.

તમને જણાવી દઈએ કે બેંકે ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે આ પગલું ભર્યું છે. બેંકને સતત છેતરપિંડીની ફરિયાદો મળી રહી છે. SBI ભારતમાં 71,705 BC આઉટલેટ્સની સાથે 22,224 શાખાઓ અને 63,906 ATMનું સૌથી મોટું નેટવર્ક ધરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *