ફેશનના ચકકરમાં આ યુવતીને ચહેરા પર ચેનચાળા કરવા પડી ગયા મોંઘા, એક નાની ભૂલના કારણે આવ્યો જીવ ગુમાવવાનો વારો

Published on: 11:06 am, Sun, 11 July 21

ફેશનના ચક્કરમાં ઘણા લોકો પોતાના ચહેરા સાથે ચેનચાળા કરતા હોય છે, અને પરિણામ ઘણીવાર ઉલટું પણ આવી જાય છે. આવી જ એક ઘટના હાલ સામે આવી છે. જેમાં એક યુવતીએ તેનાં નેણ વીંધાવ્યા હતા અને ત્યારપછી એવું મોઢું થઇ ગયું હતું કે, કોઈને ચહેરો બતાવવા જેવો પણ નહોતો રહ્યો.

થોડું સારું દેખાવા ૧૫ વર્ષની યુવતીની એક ભૂલના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ૧૫ વર્ષની નાની ઉંમરે એક યુવતીએ તેના નેણ વિંધાવ્યા હતા અને ઉલટી અસર થતા આખો ચહેરો સોઝી ગયો હતો અને ૧૫ વર્ષની ઉંમરે જ મૃત્યુ થયું હતું.

મળતા રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, યુવતીએ જયારે નેણ વીંધાવ્યા ત્યારે એક ચેપ લાગી ગયો હતો. જેના કારણે તેનું આખું મોઢું એક ફુગ્ગાની જેમ ફૂલી ગયું હતું. ચેપ એટલો ફેલાયો કે, નાની ઉંમરે જ આ યુવતીનું મોત થયું હતું. ચેપ આંખોમાં ફેલાઈ જતા યુવતીનું મોત થયું હતું.

ઘરના સભ્યોએ ઘણી ના પાડવા છતાં આ યુવતીએ તેની આખો પર રહેલા નેણ વીંધાવ્યા હતા અને કમનસીબે યુવતીનું મોત થયું હતું. આ યુવતીનું નામ સોસા છે. સોસાની માતાએ આગાઉ પણ સોસાને આવું કરવાની ના પાડી હતી. પરંતુ તેમછતાં સોસાએ પરિવારની વિરુદ્ધ જઈને નેણ વીંધાવ્યા હતા.

નેણ વીંધાવ્યાના ત્રણ દિવસમાં જ યુવતીના ચહેરા પર ચેપ ફેલાઈ ગયો હતો અને જુદા જુદા લક્ષણો દેખાવા લાગ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક આ યુવતીને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. સર્જરી બાદ પણ યુવતીની આ હાલતમાં કોઈ સુધારો આવ્યો નહોતો અને દિવસેને દિવસે આ ચેપની અસર વધી રહી હતી. હોસ્પીટલમાં એક અઠવાડિયા સુધી જીવન અને મોતની લડાઈ લડી રહેલી આ મહિલાએ છેલ્લે અંતિમ શ્વાસ લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.