બાળકો થઇ જાવ તૈયાર! આવતીકાલથી ગુજરાતમાં શરુ થશે ધોરણ 1 થી 5 ની શાળાઓ- શિક્ષણમંત્રીની મોટી જાહેરાત

ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના વાયરસનાં કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને કોરોના મહામારી બાદ જનજીવન પહેલા જેવુ જ ધીમે ધીમે સામાન્ય બની રહ્યું છે. ત્યારે…

ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના વાયરસનાં કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને કોરોના મહામારી બાદ જનજીવન પહેલા જેવુ જ ધીમે ધીમે સામાન્ય બની રહ્યું છે. ત્યારે હવે શાળાઓ ખોલવાને લઈને ભૂપેન્દ્ર સરકાર દ્વારા મોટી અને મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

જોવા જઈએ તો કોરોનાકાળમાં છેલ્લા બે વર્ષ જેટલા સમયથી બંધ રહેલી પ્રાથમિક શાળાના 1થી 5 ધોરણના ઓફલાઈન વર્ગો આવતીકાલથી શરુ થશે તેવી મહત્વની અને મોટી જાહેરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી હતી.

જીતુ વાઘાણીએ જણાવતા કહ્યું હતું કે, ઘણા સમયથી શાળાઓ બંધ હતી. ત્યારે કોરોના ધીમે ધીમે હવે હળવો પડતા આવતીકાલથી ખુલતા દિવાળી બાદના સત્રોમાં ધોરણ 1થી 5ના ક્લાસ શરૂ કરી દેવામાં આવશે. જેમાં તમામ શાળાઓએ એસઓપીનું પાલન કરવાનું રહેશે તેવું પણ કહેવામાં આવ્યું છે. બાળકોની ઉંમર નાની હોવાથી વધારે સાવચેતી રાખવાની રહેશે.

વધુમાં જીતું વાઘાણીએ જણાવતા કહ્યું છે કે, ભવિષ્યમાં કોરોનાની સ્થિતિ વધુ ન બગડે તેવી પ્રાર્થના કરીએ છીએ. કોરોનાની વેક્સિન બાકી હોય તે તમામ લોકોને વેક્સિન પણ ખુબ જ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *