કોરોનાકાળમાં બંધ રહેલી શાળાઓ પાછળ ગુજરાત સરકારે ખર્ચ્યા 1400 કરોડથી વધુ- જાણો ક્યા થયો આટલો તોતિંગ ખર્ચ

Published on Trishul News at 6:32 PM, Tue, 9 March 2021

Last modified on March 9th, 2021 at 6:32 PM

નાણા મંત્રી નીતિન પટેલે (Nitin Patel) કોરોના મહામારીને કારણે સર્જાયેલી વિષમ પરિસ્થિતિમાં ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં વિધાનસભાએ ગતવર્ષે માર્ચ મહિનામાં મંજૂર બજેટથી રૂ. 2958 કરોડ વધારે ખર્ચ કર્યાંનું સોમવારે જાહેર કર્યું હતું.

જેમાં શાળા-કોલેજો બંધ હોવા છતાંયે શિક્ષણ વિભાગે મંજૂર બજેટ કરતાં પણ વધુ રૂ.1469 90 લાખ 79 હજાર જેટલી રકમ વધારે વાપરી કાઢ્યાનું પણ જાણવા મળ્યું છે. ગુજરાત સરકાર વિધાનસભાની મંજૂરી વગર એકપણ રૂપિયાનો ખર્ચ કરી શકે તેમ નથી. આથી માર્ચ 2020માં મંજૂર થયેલાં બજેટથી વધારે કરેલાં ખર્ચને મંજૂર કરાવવા સોમવારે શહેરી વિકાસ, આરોગ્ય, શિક્ષણ, ઊર્જા, કૃષિ અને સહકાર એમ પાંચ વિભાગોની પૂરક માગણીઓ રજૂ થઈ હતી.

જેમાં કોરોનાને કારણે આરોગ્ય વિભાગની રૂ.571 કરોડ 63 લાખની પુરક માગણીને વિપક્ષે પણ સમર્થન આપ્યું હતું.  નાણા મંત્રી નીતિન પટેલે પૂરક માગણીઓ રજૂ કરતાં મોટાભાગનો વધારાનો ખર્ચો કોરોનાને કારણે આવી પડેલી આપત્તિઓને પહોંચી વળવા સારવાર, અનાજ વિતરણ, આત્મનિર્ભર પેકેડને કારણે થયો હોવાનું જણાવ્યું હતું.

જોકે, શિક્ષણ વિભાગમાં વધારાનો ખર્ચ કર્મચારીઓના પગાર, ભથ્થા, ગ્રેજ્યુઈટીની ચૂકવણીને કારણે થયો છે. આ તમામ ખર્ચમાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા કોલોની વચ્ચે સી પ્લેન સર્વિસના એરોડ્રોમ માટે રૂ.2.49 કરોડની વધારાની માગણી પણ સૌને ઉડીને આંખે વળગે એવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Be the first to comment on "કોરોનાકાળમાં બંધ રહેલી શાળાઓ પાછળ ગુજરાત સરકારે ખર્ચ્યા 1400 કરોડથી વધુ- જાણો ક્યા થયો આટલો તોતિંગ ખર્ચ"

Leave a comment

Your email address will not be published.


*