અમેરિકાના વૈજ્ઞાનિકોએ કહ્યું આ રીતે મરી જાય છે કોરોના વાયરસ, તમે પણ જાણો કામ આવશે

કોરોનાવાયરસ માં સંક્રમણ એ આજે આખી દુનિયા ને ચપેટમાં લઈ લીધી છે આ સંક્રમણને કારણે આખા વિશ્વમાં બે લાખ લોકો મૃત્યુ પામ્યા છે હા વાઈરસથી…

કોરોનાવાયરસ માં સંક્રમણ એ આજે આખી દુનિયા ને ચપેટમાં લઈ લીધી છે આ સંક્રમણને કારણે આખા વિશ્વમાં બે લાખ લોકો મૃત્યુ પામ્યા છે હા વાઈરસથી બચવા માટે આખા વિશ્વમાં શોધખોળ ચાલી રહી છે હવે એક નવી રિસર્ચમાં ખુલાસો થયો છે કે સૂરજના તડકામાં કોરોનાવાયરસ જલદી ખતમ થાય છે આ રિસર્ચ બાદ કોના મહામારી થી રાહતની મોટી ઉમ્મીદ પેદા થઈ ગઈ છે

ગુરુવારે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી ના વૈજ્ઞાનિક અને ટેકનિકલ સહાયક વિલિયમ બ્રાયને વ્હાઇટ હાઉસમાં પત્રકારોને જણાવ્યું કે સરકારી વૈજ્ઞાનિકોએ પોતાની રિસર્ચમાં શોધ્યું છે કે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી વાયરસ પર ખૂબ જ અસર પડે છે.

વિલિયમ બ્રાયનને જણાવ્યું કે રિસર્ચમા ખુલાસો થયો છે કે સુરજની રોશનીથી જમીન અને હવા બંનેમાં કોરોનાવાયરસ ખતમ થઇ જાય છે. જોકે અત્યાર સુધી આ રિસર્ચ વિશે વધુ જાણકારી મળી શકી નથી.

બ્રાયને જણાવ્યું કે મેરીલેન્ડ સ્થિત નેશનલ બાયો ડિફેન્સ એનાલિસિસ એન્ડ કાઉન્ટર સેન્ટરમાં મૈયર રિસર્ચ અનુસાર જ્યારે 20 ટકા તુમ સાથે તાપમાન ૨૧થી ૨૪ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હોય તો વાયરસ નો ખતરો અડધો થઈ જાય છે.

જ્યારે ધુમ્મસનું સ્તર વધીને ૮૦ ટકા થઇ જાય છે ત્યારે વાયરસ છ કલાક સુધી જીવી શકે છે. જ્યારે 80 ટકા ધુમ્મસ સાથે સૂરજની રોશની નો ઉપયોગ કરવામાં આવે તો વાયરસ ફક્ત બે મિનિટ જ ટકી શકે છે.

બ્રાયન વિલિયમ અનુસાર ઉનાળામાં જયારે આવો મોસમ થઇ જશે તો વાયરસ નો ખતરો ઓછો થઇ જશે. પાછલી અનેક રિસર્ચમાં સામે આવ્યું છે કે વાયરસ ઠંડા તાપમાન વધુ સક્રિય છે અને ગરમ તાપમાનમાં થોડો કમજોર થઈ જાય છે.

જો કે સવાલ ઉભો થાય છે કે કેટલાક દેશોમાં જ્યાં તાપમાન અપેક્ષાથી વધારે હોય છે જેમકે એશિયાના દેશો અને આફ્રિકાના દેશો ત્યાં પણ કોરોના નું સંક્રમણ ફેલાઈ રહ્યું છે, પરંતુ આ દેશમાં યુરોપિયન દેશોના મુકાબલે ઓછો ખતરો છે અને મૃત્યુ પણ ઓછા થાય છે. હાલ અમેરિકી વૈજ્ઞાનિકોના આ દાવાની પુષ્ટિ હજી વધુ તપાસ અને રિસર્ચ બાદ જ થઈ શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *