તમે ડે નાઈટ ડ્યુટી કરો છો? તો તમારૂ ઘડપણ વહેલું આવી જશે- જાણો શું છે બચવાનો ઉપાય

ઓફિસના કારણે થતા સ્ટ્રેસના કારણે મગજની બીમારી થવાની સાથે ઉંમર પર પણ અસર થાય છે. તાજેતરમાં થયેલી શોધમાં ખુલાસો થયો છે કે ઓફિસમાં વારંવાર શિફ્ટ…

ઓફિસના કારણે થતા સ્ટ્રેસના કારણે મગજની બીમારી થવાની સાથે ઉંમર પર પણ અસર થાય છે. તાજેતરમાં થયેલી શોધમાં ખુલાસો થયો છે કે ઓફિસમાં વારંવાર શિફ્ટ બદલવાથી વ્યક્તિ ઉંમર કરતાં વહેલા વૃદ્ધ થઈ જાય છે.

મિશિગન યૂનિવર્સિટીના શોધકર્તા અનુસાર ઓફિસમાં સતત શિફ્ટ બદલવાથી વ્યક્તિની દિનચર્યા પર અસર થાય છે. તે બરાબર રીતે ઊંઘ કરી શકતા નથી અને તેના કારણે તેની શારીરિક ક્ષમતા ઘટવા લાગે છે. આ તકલીફના કારણે તે સમય કરતાં વહેલા વૃદ્ધ થઈ જાય છે.

શોધકર્તા અનુસાર કામના કારણે માનસિક તાણમાં રહેતા લોકો છ ગણા વહેલા વૃદ્ધ થઈ જાય છે. આ વાતને સાબિત કરવા તેમણે 250 યુવા ડોક્ટરો પર શોધ કરી હતી. તેમના ટેલામેરેસની લંબાઈ જાણવા માટે તેમના સલાઈવાના નમૂના લેવામાં આવ્યા. ટેલોમેરેસ સ્નાયૂમાં હોય છે.

શું છે ટેલોમેરેસ એંજાઈમ ?

ટેલોમેરેસ માનવીના સ્નાયૂઓનું એક અનિવાર્ય ભાગ છે. જે આપણા સ્નાયૂઓની આયુને પ્રભાવિત કરે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર ટેલોમેરેસ જેટલું લાંબું હોય છે તેટલી જ તેની ઉંમર વધારે હોય છે. પરંતુ તાણ, ધૂમ્રપાન, સ્થૂળતા, વ્યાયામનો અભાવ અને ખરાબ આહાર ટેલોમેરેસની લંબાઈ ઘટી જાય છે જેના કારણે તે સમય કરતાં વહેલા વૃદ્ધાવસ્થાના શિકાર થાય છે.

શોધમાં જાણવા મળ્યું છે કે તાણની અસર બાળકો અને યુવાનો પર પણ દેખાય છે. તેમાં વાળ સફેદ થવા, નબળું પાચન તંત્ર, આંખની દ્રષ્ટિ નબળી થવી જેવા લક્ષણ જોવા મળે છે. આ ઉપરાંત તેના કારણે ટેલોમેરેસની લંબાઈ ઘટી જાય છે. જેના કારણે ડાયાબિટીસ, હાઈ બીપી, હૃદય સંબંધી રોગ થવાથી વૃદ્ધાવસ્થાના લક્ષણ દેખાય છે.

વૈજ્ઞાનિકોએ આપી ટિપ્સ

1. દિવસના કામ કાજમાં સુધારો કરો.

2. કલાકો સુધી કામ કરવાથી બચવું.

3. ખોરાકમાં ફેરફાર કરો.

4. છથી આઠ કલાકની ઊંઘ કરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *