ધરતીવાસીઓ રહો તૈયાર! ટૂંક જ સમયમાં એક-બે નહીં પણ આવી રહી છે સાત આસમાની આફતો, મચાવશે તબાહી

Published on: 12:04 pm, Sun, 17 October 21

આવનાર ફક્ત દોઢ મહિનાની અંદર જ ધરતી (Earth) ની પાસેથી એક-બે નહીં પણ એકસાથે 7 જેટલા મોટા એસ્ટ્રોઈડ્સ  (Asteroids) પસાર થવા જઈ રહ્યા છે. જેમાંથી કેટલાક તો પિરામીડથી પણ મોટા છે. ઓક્ટોબર તથા નવેમ્બર માસ (October-November Month) માં ધરતીની પાસેથી પસાર થનાર આ એસ્ટેરોઈડ્સ વૈજ્ઞાનિકોનું કામ વધારી રહ્યા છે. વૈજ્ઞાનિકો (Scientists) સતત આ એસ્ટ્રોઈડના આવવાના માર્ગ, ગતિ તથા નુકસાનની આશંકાની ગણતરી કરી રહ્યા છે. જેથી ઘરતીને કોઈ નુકસાન તો નથી ને એ જાણવાના પણ સતત પ્રયાસ કરી રહ્યા છે.

આ 7 જેટલા એસ્ટ્રોઈડ્સમાંથી મોટા ભાગના એસ્ટ્રોઈડ્સ 140 મીટર એટલે કે, 459 ફુટથી વધારે વિશાળકાય છે. આ એસ્ટ્રોઈડને પોટેંશિયલી હઝાર્ડસ ઓબ્જેક્ટ્સ એટલે કે, PHOની યાદીમાં સામેલ કરાયા છે કે, જેમાંથી સૌથી મોટો એસ્ટેરોઈડ 380 મીટર એટલે કે, 1246 ફુટનો છે. 2 એસ્ટ્રોઈડ ઓક્ટોબર માસમાં પસાર થઈ રહ્યા છે. જ્યારે 5 એસ્ટ્રોઈડ નવેમ્બર માસમાં ધરતી પાસેથી પસાર થશે. આવો જાણીએ કે, ક્યા દિવસે ક્યો એસ્ટ્રોઈડ પસાર થશે તથા તેનાથી શું જોખમ છે.

1. 20 ઓક્ટોબર: 2021 SM3 એસ્ટ્રોઈડ
આ એસ્ટ્રોઈડ 20 ઓક્ટોબર વર્ષ 2021એ ધરતીની પાસેથી પસાર થશે. જેનો આકાર 328 ફુટથી લઈને 754 ફુટ સુધીનો હોઈ શકે છે. આ એસ્ટ્રોઈડની ધરતી સાથે અથડાવવાની શક્યતા ખુબ ઓછી રહેલી છે પણ તે ધરતીથી અંદાજે 32 લાખ કિમી દુરથી નીકળશે. અંતરિક્ષની દુનિયામાં લાખો કિમીનું અંતર બહુ વધુ નથી હોતી. 

2. 25 ઓક્ટોબર: 2017 SJ20
આ એસ્ટ્રોઈડ 25 ઓક્ટોબર વર્ષ 2021એ પૃથ્વીની પાસેથી પસાર થશે. આ 295 ફુટથી લઈને 656 ફુટ ફુટના આકારનો હોઈ શકે છે. આ ધરતીથી અંદાજે 71 લાખ કિમી દુરથી પસાર થશે. જેનાથી પણ ધરતીને કોઈ જોખમ રહેલું નથી.

3. 2 નવેમ્બર: 2017 TS3
આ એસ્ટ્રોઈડ 321 ફુટથી લઈને 721 ફુટ લાંબો હોઈ શકે છે. જે ધરતીથી અંદાજે 53 કિમી દુરથી પસાર થશે. જયારે આનો આકાર ખૂબ જ મોટો હોઈ શકે છે. જો આના માર્ગમાં થોડો પણ ફેરફાર થાય તો પૃથ્વી માટે ખુબ જોખમી સાબિત થઈ શકે છે. આ એક રાજ્ય પૂરુ કરી શકે છે અથવા તો સમુદ્રમાં મોટી ત્સુનામી લાવી શકે છે.

4. 13 નવેમ્બર: 2004 UE
આ એસ્ટ્રોઈડ 557 ફુટથી લઈને 1246 ફુટ લાંબો હોઈ શકે છે. જે પૃથ્વીથી અંદાજે 42 લાખ કિમીના અંતરેથી પસાર થશે. જે પણ પોટેંશિયલી હઝાર્ડસ ઓબ્જેક્ટ્સ (PHO)ની યાદીમાં સામેલ એસ્ટ્રેરોયડ છે એટલે કે, જો પૃથ્વી પર આવ્યો તો તબાહી મચાવી શકે છે.

5. 20 નવેમ્બર: 2016 JG12
આ એસ્ટ્રોઈડ 20 નવેમ્બરે ધરતીથી અંદાજે 55 લાખ કિમીના અંતરેથી પસાર થશે. જેનો આકાર 623 ફુટનો હોવાનું મનાય છે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે, તેની સ્પિડ ખૂબ જ ઝડપી હોઈ શકે છે પણ વૈજ્ઞાનિકોએ આ વાતનો ખુલાસો નથી કર્યો.

6. 21 નવેમ્બર: 1982 HR
નવેમ્બર માસ અંતરીક્ષના જોખમોની વચ્ચે પસાર થશે. 21 નવેમ્બરે ધરતીની પાસેથી 984 ફુટ લાંબો એસ્ટ્રોઈડ પસાર થશે. જેને 3361 ઓરફિયસ (3361 Orpheus)પણ કહેવામાં આવે છે. જે ધરતીથી અંદાજે 57 લાખ કિમી દુરથી પસાર થશે એવું મનાઈ રહ્યું છે.

7. 29 નવેમ્બર: 1994 WR12
આ એસ્ટ્રોઈડનો આકાર 301 ફુટથી લઈને 688 ફુટ વચ્ચે હોઈ શકે છે. જે પૃથ્વીથી અંદાજે 61 લાખ કિમી દુરથી નીકળશે. જેને પણ ખતરનાક એસ્ટ્રોઈડની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો છે. કારણ કે, તેની સ્પિડ ખૂબ જ ઝડપી હોવાનું મનાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.