આ બે દેશના વૈજ્ઞાનિકોને મેડિકલમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવશે…

સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં 2019 માટેના નોબલ પુરસ્કારની જાહેરાત સોમવારે કરવામાં આવી છે. આ વખતે મેડિકલનો નોબલ પુરસ્કાર અમેરિકાના વિલિયમ જી.કેલિન જૂનિયર અને ગ્રેગ અલ સેમેન્જા,…

સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં 2019 માટેના નોબલ પુરસ્કારની જાહેરાત સોમવારે કરવામાં આવી છે. આ વખતે મેડિકલનો નોબલ પુરસ્કાર અમેરિકાના વિલિયમ જી.કેલિન જૂનિયર અને ગ્રેગ અલ સેમેન્જા, બ્રિટનના સર પીટર જે. રેટક્લિકને આપવામાં આવ્યો છે. મંગળવારે ભૌતિક અને બાદમાં 14 ઓક્ટોબર સુધીમાં કુલ છ ક્ષેત્રોમાં નોબલ પુરસ્કાર વિજેતાની જાહેરાત કરશે.

પુરસ્કારની જાહેરાત કરતા જ્યૂરીએ કહ્યું કે,આ વૈજ્ઞાનિકો એ સ્થાપિત કર્યું છે ઓક્સિજનનું સ્તર કઈ રીતે આપણા સેલલ્યુલર મેટાબોલિઝમ અને શારીરીક ગતિવિધિઓને પ્રભાવિત કરે છે. વૈજ્ઞાનિકોએ કરેલી શોધે એનીમિયા, કેન્સર અને અન્ય બીમારીઓની વિરુદ્ધની લડાઈમાં નવી રણનીતી બનાવવાનો રસ્તો સાફ કર્યો છે.

સ્વીડિશ એકેડેમી 2018 અને 2019 બંને વર્ષો માટે સાહિત્ય નોબલ પુરસ્કારની જાહેરાત કરશે. ગત વર્ષે વધતા યૌન ઉત્પીડનના મામલાઓના કારણે 2018માં સાહિત્ય નોબલની જાહેરાત એકેડેમીએ મુલત્વી રાખી હતી.

મેડિસિનના નોબલ પુરસ્કાર સાથે જોડાયેલી વાતો:

1901થી 2018ની વચ્ચે ચિકત્સાના ક્ષેત્રમાં 109 નોબલ પુરસ્કાર આપવામાં આવ્યા હતા, 216 લોકોને આ પ્રદાન કરવામાં આવ્યા.

મેડિસિનના ક્ષેત્રમાં 12 મહિલાઓને નોબેલ આપવામાં આવ્યો છે.

ફ્રેડરિક જી. બેટિંગ મેડિસિનના ક્ષેત્રમાં નોબલ પુરસ્કાર મેળવનાર સૌથી યુવા, તેમને ઈન્સુલિનની શોધ માટે 1923માં આ પુરસ્કાર મળ્યો.

પેટોન રાઉલ સૌથી વધુ ઉંમરના નોબલ પુરસ્કાર વિજેતા છે, તેમને ટ્યુમર ઈન્ડયુસિંગ વાયરલની શોધ માટે 1966માં આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

મેડિસિનમાં સૌથી વધુ નોબલ પુરસ્કાર જીતનાર 10 દેશ:

અમેરિકા 98

બ્રિટન 29

જર્મની 17

ફ્રાન્સ 11

સ્વીડન 8

ઓસ્ટ્રેલિયા 7

સ્વિત્ઝરલેન્ડ 7

ઓસ્ટ્રેલિયા 7

ડેનમાર્ક 5

ઈટલી 5

નોબલ પુરસ્કારના જાહેરાતના કાર્યક્રમ:

મેડિસિન સોમવાર,7 ઓક્ટોબર

ભૈતિક મંગળવાર,8 ઓક્ટોબર

રસાયણશાસ્ત્ર બુધવાર,9 ઓક્ટોબર

સાહિત્ય ગુરુવાર,10 ઓક્ટોબર

શાંતિ શુક્રવાર,11 ઓક્ટોબર

અર્થશાસ્ત્ર. સોમવાર,14 ઓક્ટોબર

શાંતિ માટે ગ્રેટ થન્બર્ગ પ્રબળ દાવેદાર:

આ વર્ષે શાંતિ પુરસ્કાર માટે નોર્વેજિયન નોબેલ સમિતિને 301 નોમિનેશન મળ્યા હતા, જે 1901માં પ્રથમ પુરસ્કાર આપવામાં આવ્યા બાદ સૌથી મોટી સંખ્યા છે. આ વખતે 16 વર્ષીય સ્વીડિશ ક્લામેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થન્બર્ગને આ પુરસ્કાર માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યાં છે. તેમણે ક્લામેટને બચાવવા માટે એક વૈશ્વિક આંદોલનને પ્રેરિત કર્યું હતું. જો તેમને નોબાલ આપવામાં આવે છે તો તે નોબલ પુરસ્કાર મેળવનાર સૌથી ઓછી ઉંમરના વિજેતા હશે. અગાઉ, તાજેતરમાં જ તેમને વૈકલ્પિક નોબલ પુરસ્કાર પણ પ્રદાન કરવામાં આવ્યો હતો.

નોબલ પુરસ્કારમાં શું મળે છે ?

નોબલ પુરસ્કારમાં દરેક વિજેતાઓને લગભગ સાડા ચાર કરોડ રૂપિયાની રકમ આપવામાં આવે છે. તેની સાથે જ 23 કેરેટ સોનાથી બનેલું 200 ગ્રામનું પદક અને પ્રશંસા પત્ર પણ આપવામાં આવે છે. પદકની એક તરફ નોબેલ પુરસ્કારના જનક અલ્ફ્રેડ નોબલનો ફોટો, તેમના જન્મ તથા મૃત્યુની તારીખ લખેલી હોય છે. પદકની બીજી તરફ યૂનાની દેવી આઈસિસનું ચિત્ર, રોયલ એકેડેમી ઓફ સાયન્સ સ્ટોકહોમ તથા પુરસ્કાર મેળવનાર વ્યક્તિની માહિતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *