જાહેર રસ્તા વચ્ચે મહિલાની દાદાગીરી આવી સામે, કારમાં બેસેલા ડ્રાઈવરને બહાર કાઢીને માર્યો માર- જુઓ વિડીયો

રાજધાની દિલ્હી(Delhi)ના મિડલ રોડ પર એક મહિલાએ કેબ ડ્રાઈવર(Cab driver)ને માર મારવાનો વીડિયો વાયરલ(Video viral) થઈ રહ્યો છે. આ વીડિયોમાં આરોપી મહિલા ડ્રાઈવરનો કોલર પકડીને…

રાજધાની દિલ્હી(Delhi)ના મિડલ રોડ પર એક મહિલાએ કેબ ડ્રાઈવર(Cab driver)ને માર મારવાનો વીડિયો વાયરલ(Video viral) થઈ રહ્યો છે. આ વીડિયોમાં આરોપી મહિલા ડ્રાઈવરનો કોલર પકડીને તેને થપ્પડ અને મુક્કા મારી રહી છે. આ મામલે પોલીસનું કહેવું છે કે કેબ ડ્રાઈવરની ફરિયાદ મળ્યા બાદ મહિલા વિરુદ્ધ કેસ નોંધવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આરટીઓ માહિતી આપશે
આ વીડિયો પશ્ચિમ પટેલ નગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પોલીસ હવે વીડિયોમાં દેખાતી મહિલાને તેની સ્કૂટીના નંબર પરથી શોધવાનો પ્રયાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા 2 મિનિટના વીડિયોમાં વાદળી ટી-શર્ટ અને માસ્ક પહેરેલી એક મહિલાએ કેબ ડ્રાઈવરને ખૂબ માર માર્યો હતો.

વિડિયોની બીજી બાજુ અન્ય એક મહિલા પણ ચુપચાપ ઊભી હતી. ત્યાં હાજર લોકોની વાત પરથી એવું લાગી રહ્યું છે કે તેઓ પીટાઈ કરનાર મહિલાની ભૂલ શોધી રહ્યા છે. જ્યારે ત્યાં હાજર બાકીના લોકો ઘટનાનો વીડિયો બનાવતા જોવા મળ્યા હતા.

કારમાંથી ખેંચીને માર મારવામાં આવ્યો:
આ ઘટના વેસ્ટ પટેલ નગરના કસ્તુરી લાલ આનંદ માર્ગ પર બ્લોક-22ની જણાવવામાં આવી રહી છે. મહિલા અન્ય યુવતી સાથે સ્કૂટી પર જઈ રહી હતી. રસ્તા પર ભીડના કારણે કેબ ચાલકની કેબ પણ ત્યાં જ ફસાઈ ગઈ હતી. જ્યારે કેબ ડ્રાઈવરે મહિલાને જગ્યા ન આપી તો ગુસ્સામાં મહિલાએ પોતાની સ્કૂટી રોડ પર પાર્ક કરી દીધી. આ પછી, તેની સાથે દુર્વ્યવહાર કરીને તેણે કેબ ડ્રાઈવરને ખેંચીને બહાર કાઢ્યો હતો

આ દરમિયાન જ્યારે લોકોએ તેનો વિરોધ કર્યો તો તેણીએ આસપાસના લોકોને માર મારવાનું શરૂ કર્યું અને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી. વીડિયોમાં તે કેબ ડ્રાઈવરનું શર્ટ પકડીને તેને થપ્પડ મારતી જોવા મળી રહી છે, જ્યારે કેબ ડ્રાઈવર તેના બદલામાં તેની સાથે કોઈ અભદ્ર વર્તન કરતો નથી. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટના ગત સપ્તાહે બની હતી. વીડિયો મળ્યા બાદ ફરીદાબાદમાં મળી આવેલા કેબ ડ્રાઈવરની શોધ કરવામાં આવી હતી. જોકે, તેણે પોલીસમાં કોઈ ફરિયાદ કરી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *