‘અગનભઢ્ઢીમાં શેકાયું ગુજરાત’: રાજ્યનાં 9 શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર, હિટવેવમાંથી મળશે રાહત માવઠાની આગાહી

Published on: 3:03 pm, Thu, 12 May 22

ગુજરાત(gujarat): આ વર્ષે તો ઉનાળા (Summer)ની શરૂઆતથી જ કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. એવામાં ગુજરાત(Gujarat) રાજ્યમાં ફરી વાર ગરમી (Heat)નો પારો ઉચકાયો છે. મળતી માહિતી અનુસાર, આજે રાજ્યના 9 શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર ગયું છે. જેમાં ગઇ કાલે સૌથી વધુ તાપમાન અમદાવાદ (Ahmedabad)માં 47 ડિગ્રી નોંધવામાં આવ્યું છે.

ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર (Surendranagar)માં 45 ડિગ્રી, ગાંધીનગર (Gandhinagar)માં 45.8 ડિગ્રી, રાજકોટ (Rajkot)માં 44.2 ડિગ્રી, ડીસા(Deesa) તેમજ પાટણ (Patan)માં 45 ડિગ્રી તાપમાન, ભાવનગર (Bhavnagar)માં 44.5 ડિગ્રી, અમરેલી (અમરેલી)માં 44.8 ડિગ્રી અને જૂનાગઢ (Junagadh)માં 44.8 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે. આ વર્ષે પડી રહેલી ભયંકર ગરમીથી લોકો ત્રાસ પામી ગયા છે.

ગુજરાતમાં દિવસેને દિવસે વધતી ગરમીમાં ક્યારેક શીત પવનો આંશિક રાહત આપી જાય છે. પરંતુ ગુજરાતની ગરમી તો એટલી ભયંકર છે કે બપોરે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. કાળઝાળ ગરમીને કારણે ઠેર ઠેર પાણીની પરબો પણ શરુ કરવામાં આવી છે. જેથી લોકોને થોડી તો રાહત મળી શકે.

ગુજરાતમાં વરસાદને લઇને શું કરાઇ છે આગાહી?
આ ગરમીથી હવે રાહત મેળવવા માટે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઇ આગાહી કરવામાં આવી છે. અંબાલાલે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં 15 જૂન બાદ વરસાદ આવવાની શક્યતા છે. સાથે તેમણે જણાવ્યું કે, આ વર્ષે શરૂઆતમાં ચોમાસું સારૂં રહેશે. આ સિવાય તેમણે જણાવ્યું કે, 11 મેથી 17 મે વચ્ચે આંધીના પ્રમાણમાં પણ વધારો થવાની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે. તેમજ 18 મેથી 5 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં હવામાનમાં પલટાને કારણે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે 99 ટકા વરસાદ થવાની સંભાવના છે.

ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં માવઠાની પણ આગાહી:
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં રવિવારથી બુધવાર દરમિયાન ગરમી 44 ડિગ્રીને પાર થવાની છે. અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આમ અમદાવાદમાં આગામી ચાર દિવસમાં ગરમીનો વધુ એક રાઉન્ડ અનુભવાશે. આ સાથે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.