ગુજરાતનું સિહાસન કોના હાથમાં? આ દિગ્ગજ પાટીદાર નેતાની સુરક્ષામાં કરવામાં આવ્યો વધારો- મુખ્યમંત્રી બને તેવી પ્રબળ શક્યતા

Published on: 11:54 am, Sun, 12 September 21

વિજય રૂપાણી(Vijay Rupani)એ મુખ્યમંત્રી પદેથી ગઈ કાલે બપોરે રાજીનામું આપી દીધું છે. ત્યારે એવું લાગતું હતું કે માત્ર તેમણે એકે જ રાજીનામું આપ્યું છે. પરંતુ બાદમાં સત્તાવાર જાણ થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે માત્ર વિજય રૂપાણીએ CM પદેથી રાજીનામું નથી આપ્યું પરંતુ સાથે સાથે વિજય રૂપાણી(Vijay Rupani)ના તમામ મંત્રીઓએ પણ રાજીનામા આપી દીધા છે અને તમામ રાજીનામાંને રાજ્યપાલે સ્વીકાર પણ કરી દીધો છે. જેનો મતલબ એ થાય છે કે આખે આખી રૂપાણી સરકારે જ રાજીનામું આપી દીધું છે એટલે હવે આગામી સમયમાં નવા મુખ્યમંત્રીની સાથે સાથે નવા મંત્રીઓ પણ જોવા મળશે.

ગુજરાતનાં નવા મુખ્યમંત્રી કોણ હશે તેતો આવનારો સમય જ બતાવશે. રાજ્યમાં પાટીદાર મુખ્યમંત્રી આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને દિગ્ગજ પાટીદાર નેતા એવા નીતિન પટેલ(Nitin Patel)નાં ઘરની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.

નીતિન પટેલ(Nitin Patel)નાં ઘરે પોલીસનો ચુસ્ત અને કડક બંદોબસ્ત છે અને સુરક્ષાનાં પગલા રૂપે નીતિન પટેલ(Nitin Patel)ની ગાડીની પણ કડકાઈથી તપાસ કરવામાં આવી છે. સાથે સાથે એવા સંકેત મળી રહ્યા છે, કે નીતિન પટેલ(Nitin Patel)ને જ ગુજરાતનું સિંહાસન સોંપી દેવામાં આવે. પરંતુ અંતે ભાજપનું હાઇકમાન્ડ ચોંકાવનારો નિર્ણય લેવામાં આવશે. ત્યારે આજે જ ભારતીય જનતા પાર્ટી(BJP)ના ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે જેમા નવા નામની જાહેરાત આગામી સમયમાં કરવામાં આવશે.

ગુજરાત રાજ્યમાં વિજય રૂપાણીનાં રાજીનામાં બાદ ભારતીય જનતા પાર્ટી(BJP)માં જોરદાર ઉથલપાથલ જોવા મળી રહી છે. રાજ્યમાં નવા મુખ્યમંત્રીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, સમગ્ર રાજ્યની નજર અત્યારે કમલમ પર છે અને કયું નામ સામે આવે છે તેતો આગામી સમયમાં જોવું જ રહ્યું.

જોવા જઈએ તો ત્યારે મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદારોમાં હાલમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાનું નામ ખુબ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે જોવાનું એ રહ્યું કે કોણ ગુજરાતના મુખ્યમત્રી તરીકેની ખુરશી સંભાળશે. આજે નક્કી થઇ જશે જે ગુજરાતના હુક્ક્મનો એક્કો કોણ હશે તે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.