સુરતમાં ચેનસ્નેચરોનો વધતો આંતક – જુઓ કેવી રીતે રસ્તે ચાલી જતી મહિલાના ગળામાંથી ચેન ખેંચી થયા ફરાર

સુરત(Surat): શહેરમાં ક્રાઈમ(Crime) દિવસેને દિવસે ખુબ જ વધી રહ્યા છે. હત્યા(Murder), ચોરી(Theft), છેતરપીંડી(Fraud), દુષ્કર્મ વગેરેના કિસ્સાઓ ખુબ જ વધતા જણાઈ રહ્યા છે. તેમાં પણ ખાસ…

સુરત(Surat): શહેરમાં ક્રાઈમ(Crime) દિવસેને દિવસે ખુબ જ વધી રહ્યા છે. હત્યા(Murder), ચોરી(Theft), છેતરપીંડી(Fraud), દુષ્કર્મ વગેરેના કિસ્સાઓ ખુબ જ વધતા જણાઈ રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને છેલ્લા થોડા સમયથી સુરતમાં ચેન સ્નેચિંગ (Chain snatching)ની ઘટનાઓ પણ ખુબ વધી રહી છે. આવી અનેક ગેંગોની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ત્યારે હાલ આવી વધુ એક ઘટના સામે આવી છે. હાલ આ ચેન સ્નેચરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, સુરતના પોસ વિસ્તાર એવા વેસુ VIPમાં ચેન સ્નેચિંગની ઘટના સામે આવી છે. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ફૂટેજમાં જોઈ શકાય છે કે, રસ્તા પર એક મહિલા ચાલી જાય છે. આ દરમિયાન ટુ-વ્હીલર પર બે ચેન સ્નેચરો આ મહિલાની આજુ બાજુ આટા મારે છે. 

મોકો મળતા જ બંને યુવકો આ મહિલાના ગળામાંથી ચેન ખેંચી ફરાર થર જાય છે. હાલ આ અંગે મહિલા દ્વારા બાઇક પર આવેલા બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના આધારે ખટોદરા પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરાઈ છે. આ સિવાય સુરતમાં કેટલાં અને ક્યાં ક્યાં ગુનાને અંજામ આપવામાં આવ્યા છે. તે દિશા માં પણ પોલીસ તપાસ કરી રહી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *