ટીમ ઈંડિયાનાં ઓપનર બેટ્સમેન પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ચાલી રહ્યું છે ઈલૂ-ઈલૂ, જાણો કોણ છે?

Published on: 11:40 am, Tue, 19 October 21

ટીમ ઈંડિયાના ઓપનીંગ બેટ્સમેન (Team India’s opening batsman) પૃથ્વી શો (Pruthvi Shah) માત્ર શાનદાર બેટીંગ માટે જ નહીં પરંતુ પોતાના કથિત અફેરને લઈ પણ સતત ચર્ચામાં રહેતો હોય છે ત્યારે એની રૂમર્ડ ગર્લફ્રેન્ડ પ્રાચી સિંહ (Girlfriend Prachi Singh) પણ ઈશારા ઈશારામાં યુવા ક્રિકેટર પર પ્રેમ વરસાવતી રહેતી હોય છે.

સોસિયલ મીડિયા પર આ બંને ઘણીવાર એવા સંકેત આપતા હોય છે કે, જેનાથી સમજી શકાય છે કે, આ બંનેની વચ્ચે ગાઢ સંબંધો રહેલા છે. આવો જાણીએ પ્રાચી સિંહ અંગે થોડી ખુલ્લીને વાતો… પ્રાચી સિંહની વાત કરીએ તો તતે અને પૃથ્વી શો એમ બન્ને સતત એક બીજાને ડેટ કરી રહ્યા છે. જો કે, બંને આ અંગે ખુલીને કહી કહ્યુ નથી.

see the beautiful photos of prithvi shaws rumoured girfriend prachi singh2 - Trishul News Gujarati Breaking News cricket news, sports, tv actress, અભિનેત્રી, રમત ગમત

પૃથ્વી તથા પ્રીચીની સોસિયલ મીડિયા એક્ટિવિટીઝથી તેમના વચ્ચેની ગાઢ મિત્રતાનો અંદાજ લગાવી શકાય છે. પ્રાચી સિંહનો જન્મ 22 જૂલાઈ વર્ષ 1995ના રોજ મુંબઈમાં થયો હતો. પ્રાચી ખૂબ જ સુંદર તેમજ સોસિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. પૃથ્વી શોની રૂમર્ડ ગર્લફ્રેન્ડ પ્રાચી સિંહે મુંબઈ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરેલો છે.

see the beautiful photos of prithvi shaws rumoured girfriend prachi singh1 - Trishul News Gujarati Breaking News cricket news, sports, tv actress, અભિનેત્રી, રમત ગમત

પ્રાચી સિંહે વર્ષ 2019માં એન્ટરટેનમેંટ ઈંડસ્ટ્રીમાં પગલું માંડ્યુ હતું. પ્રાચી સિંહે કલર્સ ટીવીના શો ઉડાનમાં વંશિકા શર્માનો અગત્યનો રોલ નિભાવ્યો હતો. પ્રાચી સિંહ એક ખુબ સારી એક્ટરની સાથોસાથ તે શાનદાર ડાંસર પણ છે. પ્રાચી સિંહ મોટા ભાગે સોસિયલ મીડિયા પર પોતાના ડાંસ વીડિયો શેર કરતી રહેતી હોય છે કે, જેને ફેન્સ ખૂબ સારી રીતે પસંદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.