જુઓ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા અંતિમ યાત્રામાં કોને આપી રહ્યા છે કાંધ

હાલ આ ફોટો ચર્ચાનો વિષય બન્યો છે કે આખરે એક નેશનલ પાર્ટીના પ્રદેશ પ્રમુખ કોને કાંધ આપી રહ્યા છે. ત્યારે આ બાબતે મોટો ખુલાસો થયો…

હાલ આ ફોટો ચર્ચાનો વિષય બન્યો છે કે આખરે એક નેશનલ પાર્ટીના પ્રદેશ પ્રમુખ કોને કાંધ આપી રહ્યા છે. ત્યારે આ બાબતે મોટો ખુલાસો થયો છે. આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા ગઈકાલે સુરતમાં કોઈ વ્યક્તિની અંતિમ યાત્રામાં કાંધ આપતા નજરે પડ્યા હતા. આખરે કોણ હતા આ શખ્સ કે જેમને કાંધ આપવા પહોચ્યા હતા ગોપાલ ઈટાલીયા.

ગઈકાલે સૌરાષ્ટ્રના રાજુલા જાફરાબાદ કોરોના સેન્ટરમાં સેવા કરવા સુરતથી પહોચેલા કોરોના વોરીયર્સ જયારે સુરત પરત ફરી રહ્યા હતા ત્યારે તેમનું અક્સ્માત સર્જાતા દુખદ અવસાન થયું હતું. સૌરાષ્ટ્ર ખાતે રાજુલા જાફરાબાદ કોવિડ સેન્ટરમાં સેવા કરીને ત્રણ જેટલા સુરતના કોરોના વોરીયર્સ સુરત પાછા આવી રહ્યા હતા તે દરમિયાન વડોદરા નજીક કપુરિયા ચોકડી પાસે તેમની કાર પલટાયેલી મળી આવી હતી. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર કાર ચાલકને ઝોકુ આવી જતાં કાર ડિવાઈડર કૂદાવી રોંગ સાઈડમાં ટ્રક સાથે અથડાઈ હતી.

આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં બેઠેલા સુરતના આમ આદમી પાર્ટીના નેતા તથા કોર્પોરેશનની ચુંટણી લડી ચુકેલા અશોકભાઇ ગોકુળભાઇ ગૌદાણી સહીત તેમના જ ભત્રીજા અને ભાનૈયનું દુખદ અવસાન નીપજ્યું હતું. આમ આદમી પાર્ટી તરફથી  સુરત મનપા ની ચૂંટણી લડેલા અશોક ગૌદાની જાફરાબાદના સેવના અને રાજુલાના વાવેરા ગામે આઇસોલેશન સેન્ટર શરૂ કર્યા હતા. 9 મેએ સુરતથી અહીં સેવા માટે ગયા હતા. જોકે 3 દિવસ પહેલા દવાનો સ્ટોક પૂરો થઇ જતા સુરત આવ્યા હતા અને પાછા જાફરાબાદ ગયા હતા. શનિવારે સવારે સુરત પાછા આવતા અકસ્માત થયો હતો.

ત્યારે તેમની અંતિમ યાત્રા ગઈકાલે સુરતમાં નીકળી હતી, અને આ સનિષ્ઠ કાર્યકર્તાને અંતિમ વિદાય આપવાની ફરજ પૂર્ણ કરવા ગોપાલ ઇટાલીયાએ પહેલ કરી હતી. આટલું જ નહી ગોપાલ ઈટાલીયાએ ફેસબુકના માધ્યમથી કહ્યું હતું કે, આદરણીય શ્રી અશોકભાઈ ગૌદાણી હું તમને શ્રદ્ધાંજલિ નહિ આપું, કેમ કે તમે અહીંયા જ છો. તમે યોદ્ધા છો અને યોદ્ધા ક્યારેય મરતા નથી એટલે હું તમને સ્વ. પણ નહીં કહું. તમારો સ્વભાવ એટલો હસમુખો, નિખાલસ અને સરળ હતો કે તમારા કોઈ દુશ્મન તો ઠીક હરીફ પણ નહીં હોય, તમારો વ્યવહાર એટલો પ્રેમાળ કે કોઈ તમારી ઈર્ષા પણ ન કરી શકે. ભાઈ તમે ચાલ્યા ગયા નથી એટલે અમે તમને યાદ નહિ કરીયે પણ ભાઈ અશોકભાઈ હું તમને પ્રેમ કરીશ, આપણી આમ આદમી પાર્ટી તમને વ્હાલ કરશે. અત્યારે હવે વધુ કાંઈ કહેતો નથી પણ અશોકભાઈ તમે મળો પછી તમારી ખબર લેવાનો છું.

ઉલ્લેખનીય છે કે આ તમામ મૃતકોના બાળકોને ભવિષ્યમાં ભણાવવાની અને સ્વાસ્થ્યની તમામ જવાબદારી પી પી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી એ લેવાની જાહેરાત કરી છે. આ બાબતે મહેશભાઈ સવાણીએ કહ્યું કે આ તમામ મૃતકોના બાળકોને ભવિષ્યમાં ભણાવવાની અને સ્વાસ્થ્યની તમામ જવાબદારી પી પી સવાણી ગ્રુપ લેશે. સેવાકાર્ય માટે ગયેલા યુવાનો શહિદ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *