લગ્નમાં વિદાય વખતે દુલ્હને કર્યો હોબાળો, વરરાજાને જોઈને ચડી ગઈ ઘરની છત પર- વિડીયો જોઈ તમે પણ ખડખડાટ હસી પડશો 

Published on: 12:06 pm, Mon, 4 October 21

સોશિયલ મીડિયા(Social media)માં અવારનવાર એવા ઘણા વિડીયો વાઈરલ(Video viral) થતા હોય છે. જે જોઇને ક્યારેક આપડે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક વર વધુ(Bride and groom)નો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે વિદાય સમયનો છે. આ વાઈરલ વિડીયોમાં જોઈ શકાય છે કે, આ લગ્નમાં દુલ્હન વરરાજા સાથે જવાની ના પાડી રહી છે અને કઈક એવુ કરી નાખે છે કે, ત્યાં હાજર સૌ કોઈ દોડવા લાગે છે. આ વીડિયોને અલગ અલગ પ્લેટફોર્મ પર લાખો વ્યૂઝ(Millions of views) મળી રહ્યા છે.

આ વીડિયો એટલો મજેદાર છે કે, તેને જોઇને તમે પણ પેટ પકડીને હસવા લાગશો. હકીકતમાં આ દુલ્હન લગ્નની તમામ રસમ પુરી કર્યા બાદ વિદાયના સમયે એક એવું કામ કરે છે, જેને જોઈને સૌ કોઈ દંગ રહી જાય છે. વિદાય માટે રડતા રડતા તે અચાનક રૂમમાંથી બહાર નિકળી જાય છે અને લાકડાની એક સીડી લઈને ઘરની છત પર ચઢી જાય છે. એટલુ જ નહીં છત પર બીજૂ કોઈ ન આવે એટલા માટે સીડીને પગથી દૂર ખસેડી દે છે. જેથી આખો પરિવાર તેને નીચે લાવવા માટે વિનંતી રહ્યો હતો.

દુલ્હનના આ પ્રકારના ડ્રામા બાદ સાચો સીન શરૂ થાય છે. તે દુલ્હનને નીચે આવવા માટે મનાવે છે. દુલ્હન તેમ છતાં પણ ન માની આખરે વરરાજાએ ત્યાં ઉભેલા લોકો પાસે મદદ માંગી. જોકે, દુલ્હન એટલી જીદી હતી કે તે નીચે આવી જ નહીં, છત્ત પર જ બેસી રહી. જણાવી દઈએ કે, આ વીડિયો ઈંસ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે અને આ વિડીયો લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.