કચરામાંથી વધ્યું ઘટ્યું ખાતા બાળકોને જોઈ આ વ્યક્તિએ શરુ કરી આ અનોખી પહેલ, આજે કેટલાય બાળકો…

Published on: 4:09 pm, Mon, 12 October 20

તમામ લોકો જાણે છે કે, આપણો દેશ હજુ સંપૂર્ણપણે કુપોષણથી મુક્ત થયો નથી. આજે પણ, દેશના કેટલાંક વિસ્તારોમાં બાળકો તથા પુખ્ત વયના લોકોને દિવસમાં કુલ 2 વખત ખાવાનું મળે છે. દેશમાં ઘણા લોકો એવા છે કે, જે ગરીબ લોકો માટે મફત કે સસ્તા પૌષ્ટિક ખોરાકની વ્યવસ્થા કરે છે.

13 એપ્રિલ વર્ષ 2018ના રોજ, ગુરુગ્રામના “પંકજ ગુપ્તા” એની દુકાન જવાં માટે ઘરેથી નીકળ્યા હતા ત્યારે એમણે રોડ પર કચરાના ઢગલામાંથી ખોરાક વીણીને ખાતા બાળકોને જોયા. બાળકોની આવી પરિસ્થિતિ જોઈને પંકજે જાતે જ કંઈક જુદું તથા અસરકારક કરવાનું નક્કી કર્યું અને તેણે બીજા દિવસે એટલે કે, 14 એપ્રિલ વર્ષ 2018નાં રોજ ગુરુગ્રામમાં દેવદૂત ફૂડ બેંક સંસ્થાની શરૂઆત કરી. 

શરૂઆતનાં દિવસોમાં, પંકજની આ પહેલને લોકોએ ધ્યાનમાં લીધી ન હતી તથા લોકો એમના કાર્યની મજાક પણ ઉડાવી રહ્યા હતા. શરૂઆતના દિવસોમાં, રસોઈયાઓ દ્વારા ખોરાક તૈયાર કરવામાં આવતો હતો. તેમણે નક્કી કર્યું હતું કે, બાળકોને મફત ખોરાક આપવામાં આવશે, જ્યારે પુખ્ત વયના લોકો પાસેથી ખાવા માટે ખુબ ઓછા પૈસા લેવામાં આવશે, જેને લીધે તમામ ગરીબ લોકોને આ સુવિધાનો લાભ મળી શકે.

આ સંસ્થા લોકોને ફક્ત 5 રૂપિયામાં ભોજન પૂરું પાડી રહી છે. પંકજ મોંઘવારીના સમયમાં પણ ખુબ ઓછા પૈસામાં ભોજનનું વિતરણ કરવા અંગે કહે છે. એમનો ધ્યેય રૂપિયા કમાવવાનો નથી પણ આર્થિક રીતે નબળા લોકોને ખોરાક આપવાનો છે. આ પહેલની શરૂઆતની સાથે જ પંકજે માત્ર 1 દિવસમાં કુલ 100 લોકોને ભોજન પુરૂ પાડવાનો લક્ષ્યાંક બનાવ્યો હતો પરંતુ હાલમાં એ રોજ કુલ 500 થી વધારે લોકોને ભોજન પૂરું પાડે છે.

Seeing the children eating food from the garbage this person took a step - Trishul News Gujarati

પંકજે જણાવતાં કહ્યું હતું કે, મારું માનવું એ છે કે, જેમની પાસે પૈસાની અછત રહેલી છે એને પણ પૌષ્ટિક આહાર ખાવાનો અધિકાર છે. મે એક ડીસ ભોજનની 5 રૂપિયા એટલા માટે રાખી છે કારણ કે, જેને કારણે લોકો આત્મગૌરવથી ખોરાક ખાઈ શકે.

Seeing the children eating food from the garbage this person took a step1 - Trishul News Gujarati

આ કાર્યને સતત ચાલુ રાખવા માટે, સમાજ સેવા કરતા લોકો દાન રૂપે સંસ્થાને જરૂરી ભંડોળ પૂરું પાડે છે. પંકજ જણાવતાં કહે છે કે, હાલમાં ઘણા લોકો એમની સાથે જોડાઈ રહ્યા છે તેમજ એમની મદદ પણ કરી રહ્યા છે.કોરોના મહામારીને કારણે દેશવ્યાપી લોકડાઉનમાં પણ સંસ્થાએ એની સેવાઓ સતત ચાલુ રાખી હતી.

આ સમયગાળા દરમિયાન, સંસ્થાએ ગરીબ લોકોને ખ્હુબ જ સ્વાદિષ્ટ તથા પૌષ્ટિક વાનગીઓ પીરસી રહી હતી.કોરોના વાયરસને ધ્યાનમાં રાખી, સંસ્થાએ રસોઈ, વિતરણ તથા સ્વચ્છતાની સંપૂર્ણ કાળજી લીધી છે. પંકજ જણાવતાં કહે છે કે, સંસ્થાના રસોડામાં સરકારે નક્કી કરેલ બધા જ સ્વચ્છતાના નિયમોનું પાલન કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle