‘નાચ બસંતી નાચ’: નાચી રહેલી યુવતીને જોઇને કુતરા પણ દુર ભાગવા લાગ્યા – વિડીઓ જોઇને હસવું નહિ રોકી શકો

Published on: 2:52 pm, Mon, 19 July 21

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

શોલે ફિલ્મનો પ્રખ્યાત ડાયલોગ તમને યાદ જ હશે. જેમાં ધર્મેન્દ્ર હેમા માલિનીને કહે છે કે, ‘કુત્તો કે સામને મત નાચના’. આ વિડીઓ પર અનેક મજેદાર વિડીઓ પણ બનાવવામાં આવ્યા છે. ત્યારે આવો જ એક વિડીઓ હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આઈપીએસ અધિકારી રૂપીન શર્માએ આ વીડિયોને તેના ટ્વિટર એકાઉન્ટ પરથી પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં એક યુવતી રસ્તા પર કેટલાક કૂતરાઓ વચ્ચે ખુશીથી નાચી રહી છે.

આઈપીએસ રૂપીન શર્માએ આ વીડિયો “બસંતી કુત્તો કે સામને…. બસંતી કુત્તો કે સામને નાચી….” કેપ્શન સાથે આ વિડીઓ શેર કર્યો છે. હાલમાં આ વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં યુવતી રાત્રે કુતરાઓ વચ્ચે ઘરની સામે નાચી રહી છે. કુતરાઓ પણ છોકરીને ડાન્સ કરતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

આ વિડીઓ વાયરલ થતા વીડિયો પર પણ યુઝર્સ રમૂજી પ્રતિક્રિયા આપી રહ્યા છે. જયારે એક યુઝર્સે લખ્યું છે કે, અબ ગબ્બર તો રહે નહીં , બસંતીને હવે નાચવું હોય તો નાચે ગાવું હોય તો ગાઈ. અન્ય યુઝર્સે લખ્યું છે કે,’કુતરાઓ પણ ડાન્સની મજા લઇ રહ્યા છે. આ વિડીઓને હાલમાં લોકો ખુબ જ જોઈ રહ્યા છે અને શેર પણ કરી રહ્યા છે. આ વિડીઓને 5 હજારથી વધુ લોકો જોઈ ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.