ગાંધીનગરમાં યુવતીઓને જોઈને અડધું પેન્ટ ઉતારીને અર્ધનગ્ન થઇ જતો હતો યુવક

Published on: 3:41 pm, Thu, 17 June 21

ગાંધીનગરના વીઆઇપી ગણાતા સેક્ટરમા એક કારમાં ફરતો યુવકની એક અઠવાડિયાથી ત્રાસ હતી. એકલી જતી મહિલાઓ અને યુવતીઓ સામે આ યુવક દ્વારા અશ્લીલ હરકતો કરવાની ફરિયાદો નોંધી હતી. પોલીસને વારંવાર ફરિયાદ મળતી હતી. ત્યારે આ સમસ્યાનુ નિરાકરણ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચની મદદ માંગી હતી.

મહિલાઓને હેરાન કરનાર યુવકને પકડી પાડવા માટે એએસઆઇ હરદેવસિંહ, કેવલસિંહ, અનોપસિંહ અને સચિનસિંહ દ્વારા ગોઠવવામાં આવ્યા હતા. ફરિયાદ મુજબની કારમાંથી નીકળતાં પોલીસ કર્મચારીઓ તેની પાછળ ગયા હતા. એ સમયે પોલીસકર્મચારીઓ દ્વારા મહિલા પોલીસકર્મીને સાદા કપડામાં કાર પાસેથી પસાર કરાઈ હતી. મહિલાને જોઇને યુવકે અશ્લીલ હરકતો શરુ કરી હતી. તેને શરીર ઉપર પહેરેલી ટી શર્ટ ઊચી કર્યું અને પેન્ટને ઢીંચણ સુધી ઉતારી દીધું હતું.

યુવક મહિલા પોલીસકર્મીને જોઇ અશ્લીલ હરકતો કરતાં પરત ફરી હતી, તો યુવક પણ મહિલા કર્મીની પાછળ આવ્યો હતો. એ દરમિયાન જ એલસીબીના સ્ટાફ દ્વારા 27 વર્ષના બ્રિજેશ ભરતભાઈ સોલંકીને કાર સાથે દબોચી લીધો હતો. જ્યારે આરોપીએ અગાઉ 5 ગુના કર્યા છે. હાલમાં હાઇકોર્ટમાં જામીન અરજી પેન્ડિંગ છે.

નવેમ્બર 2011માં મિત્રો વચ્ચે સામાન્ય ઝઘડામાં ખૂન કર્યું હતું, જેમાં અશ્લીલ હરકત કરતો આરોપી પણ સામેલ હતો.  એ સમયે પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી, જ્યારે એક છેતરપિંડીના કેસમાં પણ આરોપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.