12 પાસ માટે નોકરીની સુવર્ણ તક, 81 હજાર સુધી મળશે પગાર- જલ્દી અહીં કરો રજીસ્ટ્રેશન

Published on: 12:44 pm, Fri, 14 October 22

ભારતીય સરહદની રક્ષા કરવાની તૈયારી કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસે 40 હેડ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. જેના માટે 12મું પાસ ઉમેદવારો ITBP recruitment.itbpolice.nic.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને 17 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે. ઉમેદવારોની પસંદગી શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET), શારીરિક ધોરણ કસોટી (PST), લેખિત કસોટી અને મેડિકલના આધારે કરવામાં આવશે.

લાયકાત
હેડ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. આ સાથે નિયમિત પેરા પશુ ડોકટર તરીકેનો કોર્સ અથવા ડિપ્લોમા અથવા આ કોર્ષ અંગેનું પ્રમાણપત્ર હોવું જોઈએ.

અરજી પ્રક્રિયા
ઉમેદવારો સત્તાવાર ભરતી પોર્ટલ recruitment.itbpolice.nic.in પર ઉપલબ્ધ ઓનલાઈન અરજી ફોર્મ દ્વારા અરજી કરી શકશે.

અરજી ફી
ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમથી 100 રૂપિયા ચૂકવવાના રહેશે. જો કે, SC, ST, ભૂતપૂર્વ સૈનિકો અને મહિલા ઉમેદવારોને અરજી ફીમાં સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે.

પગાર
જે ભરતી પ્રક્રિયામાં પસંદગી પામશે તેવા, તો ઉમેદવારને દર મહિને 25, 500 થી 81, 100 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે.

ઉંમર
1લી જાન્યુઆરી 2022ના રોજ ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી ઓછી અને 25 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.