કોરોનાની ભવિષ્યવાણી કરનાર વ્યક્તિએ કહ્યું, વર્ષ 2021માં કોરોના બાદ હજુ પણ આવી શકે છે આ ભયંકર મહામારી

Published on Trishul News at 9:19 PM, Wed, 25 November 2020

Last modified on November 25th, 2020 at 9:19 PM

વર્ષ 2020 કોરોનાને લીધે સમગ્ર વિશ્વ માટે સંપૂર્ણ રીતે ખરાબ રહ્યું છે ત્યારે લોકોને આવનાર વર્ષ 2021ને લઈ કેટલીક આશાઓ રહેલી છે. આની સાથે જ કુલ 2 વર્ષ અગાઉ કોરોનાની ભવિષ્યવાણી કરનાર મનોવૈજ્ઞાનિક દ્વારા વર્ષ 2021ને લઈ પણ હાલમાં ભવિષ્યવાણી કરી છે. તેઓએ જણાવ્યું કે, સમગ્ર વિશ્વ આવનાર વર્ષ દરમિયાન પિગ ફ્લૂનો સામનો કરશે.

35 વર્ષીય નિકોલસ ઓજુલાનું માનવું છે કે, કોરોના વાયરસની સાથે સમગ્ર વિશ્વને નવા વર્ષે રાહત મળશે એવી આશા સેવી છે પણ જ્યારે લોકો કોરોના મહામારીથી કાબૂ મેળવવાની પરિસ્થિતિમાં હશે ત્યારે એમનામાં ભય કાયમ રહેશે. આ બીમારીને પૂર્ણ થતાં વર્ષ 2022નો સમય લાગી શકે છે. આ સમયે એક બીજી નવી બીમારીનો ડર લોકોને સતાવી રહ્યો છે.

ભવિષ્યવાણીમાં આપ્યો આ સંકેત :
નિકોલસ ઓજુલાએ ભવિષ્યવાણીમાં એક અન્ય મોટા સંકટની વાત કરી છે. એમનું માનવું છે કે, વૈશ્વિક મહામારી કોરોનાની સામે લડી રહેલ સમગ્ર વિશ્વ આવનાર વર્ષ દરમિયાન પિગ ફ્લૂનો સામનો કરશે. એમનું માનવું છે કે, આ બીમારી સૂઅરથી ફેલાય છે. તે અન્ય વાયરસ જેવી બીમારી નથી પર્બ્તું એમ છતાં દુનિયા આ બીમારીથી હેરાન થઈ શકે છે.

વર્ષ 2020ના અંત સુધીમાં ભારતમાં કોરોનાએ મચાવ્યો કહેર :
ભારતમાં માત્ર 1 દિવસમાં ભારતમાં કોરોનાના કુલ 37,410 નવા કેસ આવ્યા છે તેમજ ગુજરાતમાં પરિસ્થિતિ ખુબ ખરાબ છે. આને લીધે અહીના કુલ 4 મોટા રાજ્યોમાં રાત્રિ કર્ફ્યૂ લગાવવાની ફરજ પાડવામાં આવી છે. સમગ્ર દેશમાં માત્ર 1 દિવસમાં કોરોનાથી રિકવર દર્દીની સંખ્યા કુલ 42,131 પહોંચી ગઈ છે.

માત્ર 1 દિવસમાં ભારતમાં કોરોનાથી કુલ 481 દર્દીના મોત નીપજ્યા છે. ભારતમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 1, 34,254 ના મોત નીપજ્યા છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ કુલ 4,37,815 છે. જયારે ભારતમાં કોરોનાના કુલ કેસ 91,77,722 છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Be the first to comment on "કોરોનાની ભવિષ્યવાણી કરનાર વ્યક્તિએ કહ્યું, વર્ષ 2021માં કોરોના બાદ હજુ પણ આવી શકે છે આ ભયંકર મહામારી"

Leave a comment

Your email address will not be published.


*