સુરતમાં ચેન સ્નેચિંગ કરી ભાગતા વ્યક્તિને 60 વર્ષીય શખ્સે સમયસુચકતા વાપરી પકડી પાડ્યો- કમિશ્નર દ્વારા થયું સન્માન

Published on Trishul News at 5:16 PM, Tue, 26 April 2022

Last modified on April 26th, 2022 at 5:16 PM

સુરત(Surat) શહેરમાં ચેન સ્નેચિંગ (Chain snatching)ની ઘટનાઓ છેલ્લા થોડા દિવસોથી વધતી જણાઈ રહી છે. અહિયાં ધોળા દિવસે લોકોના ચેઈન કપાઈ જતા હોય છે. આવી સ્થિતિમાં ચેઈન સ્નેચિંગ કરી ભાગતા વ્યક્તિને એક સીનીયર સીટીઝન ફરિયાદીએ સમયસુચકતા વાપરી આરોપીને પકડી પાડ્યો હતો. તેમની આ પ્રશંશનીય અને દ્રષ્ટાંતરૂપ કામગીરી બદલ સુરતના કમિશ્નર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.

ફરિયાદી મોતીસિંહ સુમનસિંહ રાજપૂત(60) સુરતના પુણા પાટિયા વિસ્તારના સહજ રો હાઉસમાં રહે છે. વાસ્તવમાં, 23 એપ્રિલના રોજ મોતીસિંહના પત્ની હંસાબેન પુણા પાટિયા તરફ ચાલીને જતા હતા. આ દરમિયાન પાછળથી એક અજાણ્યા વ્યક્તિએ તેમના ગળામાં પેરેલી સોનાની ચેન જેની કિંમત આશરે 45000 રૂપિયા હતી, આચકો મારતા ચેન તૂટી ગઈ હતી અને હંસાબેન પણ નીચે પડી ગયા હતા.

આ પછી મોતીસિંહે આરોપીનો પીછો કરી અને બુમાબુમ દ્વારા લોકોને ભેગા કરી આરોપીને પકડી પાડ્યો હતો. તે જ સમયે પુણા પોલીસ સ્ટેશનના કિરણભાઈ તળાજા તથા લોકરક્ષક અશ્વિનભાઈ વાલાભાઈ ઘટના સ્થળે પહોચ્યા હતા. ચેન તૂટી ગઈ હોવાને કારણે તેના ટુકડા વીણી લેવામાં આવ્યા હતા. આ પછી આરોપીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. ત્યાં પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનું નામ યાકુબ ઈનાયતખાન પઠાણ જણાવ્યું હતું. તે સુરતના રઝનાગર વાળીવાલી દરગાહ પાસે રહે છે. કલમ-379(એ)(3) મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.

આ રીતે, મોતીસિંહ દ્વારા કરવામાં આવેલ પ્રશંશનીય કામગીરી માટે સુરત પોલીસ કમિશ્નર દ્વારા મોતીસિંહને સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે ચેન સ્નેચિંગ કરી ભાગતા વ્યક્તિને સાહસિકતા તેમજ સમયસુચકતા જાળવી લોકોની મદદથી આરોપીને પકડી પાડવાનું અનોખું કાર્ય કર્યું છે. જે ખરેખર પ્રેરણાદાયી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "સુરતમાં ચેન સ્નેચિંગ કરી ભાગતા વ્યક્તિને 60 વર્ષીય શખ્સે સમયસુચકતા વાપરી પકડી પાડ્યો- કમિશ્નર દ્વારા થયું સન્માન"

Leave a comment

Your email address will not be published.


*