આર્થિક મંદીને દુર કરવા મોદી સરકારની સૌથી મોટી જાહેરાત. થશે આવા અજાણ્યા ફાયદા.

TrishulNews.comઅમારી  યુ ટ્યુબ  ચેનલ સબસ્ક્રાઈબ કરો 

ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે કરેલી જાહેરાત બાદ શેરબજારમાં ભારે તેજી જોવા મળી હતી. પ્રેસ કોન્ફોરન્સ દરમિયાન સેન્સેક્સ 1671 અંક ઉછળ્યો છે, જ્યારે નિફ્ટી 331 અંક વધ્યો છે. કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમને દેશમાં મંદીની અસરને ઓછી કરવા માટે મહત્વની જાહેરાત કરી છે. મોદી સરાકરે કોર્પોરેટ ટેક્સ પર કાતર ફેરવી છે. જેથી હવે નવો કોર્પોરેટ ટેક્સ દર 17.01 ટકા લાગૂ કરાવામાં આવશે.

નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યું છે કે, દેશમાં હવેથી કોઈપણ કંપનીને હવે નવો ટેક્સ ચૂકવવો નહીં પડે. દેશમાં રોકાણ કરનાર કંપનીઓ પર 15 ટકા ટેક્સ લાગૂ કરવામાં આવશે અને કેપિટલ ગેન્સ પર વધારવામાં આવેલો સરચાર્જ પણ હટાવવામાં આવ્યો છે. કોઈ પણ ઘરેલું કંપની જેની રચના 1 ઓક્ટોબર 2019 કે તેના પછી થઈ હોય અને જે નવેસરથી રોકાણ કરી રહી છે તો તે 15 ટકાના દરથી ઈન્કમ ટેક્સની ચૂકવણી કરશે. નિર્મલા સીતારમણે કરેલી જાહેરાત બાદ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી.

Loading...

નિર્મલા સીતારમને વધુમાં કહ્યુ કે, ટેક્સ રેટ ઓછો કરવાનો ઓર્ડિનસ પાસ કરવામાં આવ્યુ છે. નાણા પ્રધાનની જાહેરાત બાદ શેરમાર્કેટ પણ જોશમાં આવી ગયુ હતુ. સેન્સેક્સમાં 1671 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.

આર્થિક મંદીને ધ્યાનમાં લઇ મુખ્ય જાહેરાતો:

રોકાણ કરનારી કંપનીઓ પર 15 ટકા ટેક્સ લાગશે.

મેન્યુફેકચરિંગ કંપનીઓ માટે પણ ટેક્સમાં ઘટાડો થશે.

કોઈ પણ પ્રકારની છૂટ વગર ઈન્કમ ટેક્સ 22 ટકા થશે.

સરકારને આ જાહેરાત બાદ 1.45 લાખ કરોડનું નુકસાન થશે.

ઈક્વિટી કેપિટલ ગેન્સ પરથી સરચાર્જને હટાવવામાં આવ્યો છે.

શેર બાયબેક પર 20% ટેક્સ લાગશે નહિ.

કોર્પોરેટ ટેક્સમાં સરકારે કર્યો ઘટાડો.

૧૭.૦૧ ટકા નવો કોર્પોરેટ ટેક્સ લાગૂ કરાયો.

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમનની જાહેરાત.

કંપનીઓને હવે કોઈ નવો ટેક્સ નહીં ચૂકવવો પડે.

મંદીની અસર ઓછી સરકાર દ્વારા મહત્વનો નિર્ણય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.