ડમી કાંડમાં થયો મોટો ખુલાસોઃ યુવરાજસિંહ જાડેજા સુધી પહોંચ્યો રેલો, લાગ્યા 1 કરોડ લેવાનો આરોપ- આખા ગુજરાતમાં ખળભળાટ

ગુજરાત(GUJARAT): હંમેશા ચર્ચાઓમાં રહેતા યુવરાજસિંહ જાડેજાએ (Yuvrajsinh Jadeja) ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે હાલમાં એક મુદ્દો ભારે ગરમાયો છે. સરકારી નોકરીમાં ગેરરીતિ આચરવા મામલે મોટો…

ગુજરાત(GUJARAT): હંમેશા ચર્ચાઓમાં રહેતા યુવરાજસિંહ જાડેજાએ (Yuvrajsinh Jadeja) ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે હાલમાં એક મુદ્દો ભારે ગરમાયો છે. સરકારી નોકરીમાં ગેરરીતિ આચરવા મામલે મોટો ખુલાસો થયો છે. આ કેસમાં યુવા નેતા ખુદ યુવરાજસિંહ જાડેજા પર પણ સંડોવણીનો આરોપ લાગ્યો છે. નામ ન લેવાની શરતે એક કરોડ રૂપિયા લેવાનો આરોપ મૂકવામાં આવતા આખા ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. બિપિન ત્રિવેદીએ યુવરાજસિંહ પર સનસનીખેજ આરોપ મૂક્યા છે. નામ ના લેવાની બાબતે યુવરાજસિંહને 1 કરોડ રૂપિયા લીધાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.

યુવરાજ સિંહે ટ્વિટ કરી હતી કે….

યુવાનો ના ભવિષ્ય સાથે ચેડાં કરનાર કૌભાંડીઓની #ગૂજરાત_ફાઈલ તૈયાર કરી રહીયો છું. આવનાર દિવસોમાં આધાર પુરાવા સાથે એક એક ને જાહેર જનતા જોગ મૂકીશ.

તપાસ થી ઘણા #મોટા_માથા અને કૌભાંડીઓ ના આકા સામે આવી શકે છે.
અત્યારસુધી ની કૌભાંડની તપાસમાં સૌથી વધારે #શિક્ષણ_જગત સાથે સંકળાયેલ લોકો સામે આવ્યા છે.

યુવાનો ના સપના અને આશાઓ ને ચકનાચૂર કરનાર ને કોઈપણ ભોગે #મે_છોડેગા_નહીં…..

સરકાર પાસે ઘણીવાર પ્રોટેક્શન ની માંગણી કરી છે આપે કે ન આપે તે એનો વિષય છે.

હું મારું કર્મ કરીશ મારો ધર્મ નીભાવિશ.
સત્તા અને એના સમર્થકો તેનું કાર્ય કરે.

હું પડકાર જીલનાર માણસ છું અને જીવમાં જીવ છે ત્યાંસુધી યુવહિત માટે લડીશ.
#રાષ્ટ્રનિર્માણની અને ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ માં હું લડીશ અને જેને જેને ખોટું કર્યું છે એને છોડીશ નહીં.

મારો કોઈ વ્યક્તિગત દુશ્મન નથી, મારે કોઈપણ સાથે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ નથી.હા એ ચોક્કસ છે કે મને કે મારા પરિવારને ખોટી રીતે #ફસાવવાનો પ્રયાસ થશે તો ચૂપ પણ નહીં બેસું.હું ગુજરાતના યુવાનો માટે લડ્યો છું. મે હંમેશા યુવહીત અને જાહેરહિતનું કામ કર્યું છે #ટ્રેક_રેકોર્ડ એકવાર ખાસ જોજો. સિસ્ટમ અંદર રહેલ સડો અને સિસ્ટમ અંદર આવતું દૂષણ દૂર કરવાનું મારું કામ શરૂ છે અને રહશે. #શુદ્ધિકરણ ના આ યજ્ઞ માં સામાન્ય જનતા એ પણ જોડાવું જોઈ અને આહુતિ આપવી પડશે, આ લડાઈ તમારી આવનાર પેઢી માટેની પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *