ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં આ ભયંકર બીમારી ફેલાતા મોદી સરકારે તાબડતોડ બોલાવી બેઠક

કોરોના (Corona) ને કારણે સમગ્ર વિશ્વમાં (All over the world) કરોડો લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ભારત (India) દેશ સમગ્ર વિશ્વમાં કોરોનામાં થયેલ…

કોરોના (Corona) ને કારણે સમગ્ર વિશ્વમાં (All over the world) કરોડો લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ભારત (India) દેશ સમગ્ર વિશ્વમાં કોરોનામાં થયેલ મોતના મામલે અગ્રેસર રહેલો છે ત્યારે હાલમાં ફરી એકવાર આવી જ એક ભયંકર બીમારીને લઈ સમાચાર સામે આવ્યા છે. જેને લઈ હાલમાં મોદી સરકાર (Goverment) દોડતી થઈ છે.

બેઠકમાં બીમારીને લઈ તૈયારી કરવાના આદેશ અપાયા:
દેશના 11 જેટલા રાજ્યોમાં સીરોટાઈપ-2 ડેન્ગ્યૂના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. જેને લઈ કેન્દ્ર સરકાર દ્વારા પણ તાબડતોડ ઉચ્ચ અધિકારીઓની સાથે બેઠક યોજીને આ બેઠકમાં કેબિનેટ સચીવ રાજીવ ગૌબાની ઉપસ્તિથીમાં રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રતિનિધિની સાથે વાત કરવામાં આવી હતી. ખાસ કરીને કોરોનાને લઈ વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી.

તાવ હેલ્પલાઈન નંબર જાહેર કરવા આદેશ:
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચીવ દ્વારા આ બેઠકમાં સીરોટાઈટપ-2 ડેન્ગ્યૂને લઈ ચીંતા વ્યક્ત કરવામાં આવી હતી. કારણ કે, સમગ્ર દેશના કુલ 11 જેટલા રાજ્યોમાં આ ગંભીર બિમારી ફેલાતી જઈ રહી છે. તેમણે આ બિમારીને લઈ તાવ હેલ્પલાઈન નંબર જેવા પગલા લેવાની સલાહ આપવામાં આવી હતી. આની સાથે જ દવાઓનો પૂરતો સ્ટોક પણ રાખવા માટેનું સૂચન કરાયું હતું.

બ્લડબેંકોને પણ સ્ટોક રાખવા માટે આદેશ:
આની ઉપરાંત કેન્દ્રીય સ્વાસ્થ્ય સચીવ દ્વારા મેડિકલ ટીમોને પણ તૈયાર રહેવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે.આની સાથે જ બ્લડ બેંકોને પણ પર્યાપ્ત માત્રામાં બ્લડ રાખે તેને લઈ તેમણે ખાસ સૂચના આપી દેવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, ગુજરાત સહિત, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, એમપી, યુપી, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન, તમિલનાડુ તથા તેલંગાણામાં સીરોટાઈપ-2 ડેન્ગ્યૂના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

કોરોના પ્રોટોકોલનું પાલન કરાવવા માટેના આદેશ:
અહીં નોંધનીય છે કે, હાલમાં કોરોનાની ત્રીજી લહેરને લઈ લોકોમાં પહેલાથી ભયનો માહોલ છવાયેલો છે ત્યારે આવા સમયમાં ડેન્ગ્યૂના કેસ વધવાને લીધે લોકો વધારે ભય અનુભવી રહ્યા છે. આની સાથે જ કેન્દ્ર સરકાર પણ દોડતી ગઈ છે. જો કે, બીજી બાજુ મોદી સરકાર કોરોના મુદ્દે પણ ગંભીરતાથી કામ કરી રહી છે કે, જેમા તમામ રાજ્યોને કોરોના પ્રોટોકોલનું પાલન કરાવવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *