રેલવેની ઘોર બેદરકારી, કરંટ લાગતા 7 હાથીઓના મોત, ક્લિક કરી જાણો વિગતો…

Published on: 8:19 am, Sat, 27 October 18

ભારતીય રેલવેની ઘોર બેદરકારી સામે આવી છે. જોકે આ વખતે મૂંગા પ્રાણીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ઓરિસ્સાના ઢેંકનાલના કમાલંગા ગામમાં કરંટ લાગવાના કારણે 7 હાથીઓના મોત થયા છે. મળતી વિગતો પ્રમાણે 13 હાથીઓનુ ટોળુ રેલેવ લાઈન પાસેથી પસાર થઈ રહ્યુ હતુ ત્યારે તેઓ ત્યાં પડેલા વીજળીના વાયરની ચપેટમાં આવી ગયા હતા. જેમાંથી 7 હાથીઓના મોત થયા હતા.

એવુ મનાય છે કે શુક્રવારે સાંજે રેલવે ટ્રેક બનાવવા માટે વાયર પાથરવામાં આવ્યા હતા. જોકે તેની ઉંચાઈ બહુ ઓછી હોવાથી વાયર હાથીઓને અડી ગયા હતા. રેલવે ના તારને કોટિંગ હોતું નથી જેથી 7 હાથીઓના ઝુંડમાંથી એક હાથી આ તાર ને અડી જતા અન્ય છ હાથી ને પણ કરંટ લાગી જતા સાતે સાત હાથી ના ઘટના સ્થળે જ મોટ થયા હતા.

આ વાતની જાણકારી સ્થાનિક ગ્રામવાસીઓને થતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. ગામવાસીઓએ વનવિભાગને જાણ કરતા હાથીઓના મૃતદેહ વનવિભાગે કબ્જે લઈને તાપસ હાથ ધરી છે. હાથીઓના મોતની આ પહેલી  ઘટના નથી.આ પહેલા પણ આવા અકસ્માતો થયેલા છે.