પહેલીવાર આ દેશમાં થયું સેક્સ ચેમ્પિયનશિપનું આયોજન, નિયમો સાંભળીને આંખે અંધારા આવી જશે

Published on Trishul News at 6:06 PM, Sat, 3 June 2023

Last modified on June 3rd, 2023 at 6:23 PM

Sex championship 2023, Sweden: વિશ્વમાં સેંકડો રમતગમત સ્પર્ધાઓ છે જેમાં પ્રતિભાગીઓ ભાગ લે છે. ક્રિકેટ, ફૂટબોલ, ટેનિસ, વોલીબોલ, હોકી, બેડમિન્ટન અને બેઝબોલ જેવી રમતો લગભગ દરેક જણ જાણે છે, પરંતુ સ્વીડને (Sweden) એવી રમતને દુનિયાની સામે રાખવાની જાહેરાત કરી, જેના વિશે સાંભળતા પહેલા કોઈ વિશ્વાસ કરશે નહીં. હકીકતમાં, સ્વીડન સેક્સને રમત તરીકે માન્યતા આપનારો વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. સ્વીડન યુરોપિયન સેક્સ ચેમ્પિયનશિપ (Sex championship 2023) નું આયોજન કરવા જઈ રહ્યું છે.

રિપોર્ટ અનુસાર, સ્વીડને હાલમાં જ સેક્સને એક રમત તરીકે રજીસ્ટર કરાવ્યું છે. યુરોપિયન સેક્સ ચેમ્પિયનશિપનું આયોજન આ મહિને 8 જૂનથી કરવામાં આવશે. આમાં ભાગ લેવા માટે કુલ 20 દેશોના પ્રતિભાગીઓએ નોંધણી કરાવી છે.

કેટલાક અઠવાડિયા સુધી ચાલનારી આ ચેમ્પિયનશિપમાં પ્રતિભાગીઓને દરરોજ છ કલાક સ્પર્ધા કરવાની જરૂર પડશે. પ્રતિભાગીઓ પાસે મેચ માટે તૈયાર થવા માટે 45 મિનિટનો સમય હશે. આ ચેમ્પિયનશિપ માટે ભાગ લેનારાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ચેમ્પિયનશિપના નિયમો શું છે?

યુરોપિયન સેક્સ ચેમ્પિયનશિપમાં કુલ 16 ઈવેન્ટ્સ થશે. જેમાં પ્રલોભન, ઓરલ સેક્સ, પેનિટ્રેશન, મસાજ, દેખાવ, મોસ્ટ એક્ટિવ કપલ જેવી વસ્તુઓનો સમાવેશ થશે. અને દરેક રમતમાં કોણ વિજેતા બનશે તે નિર્ણાયકો અને પ્રેક્ષકોના મત દ્વારા નક્કી કરવામાં આવશે. આ દરમિયાન 30 ટકા વોટ જજના હશે જ્યારે 70 ટકા વોટ ઓડિયન્સના હશે. બંનેના મતના આધારે વિજેતા જાહેર કરવામાં આવશે.

તે જ સમયે, સ્વીડિશ ફેડરેશન ઓફ સેક્સના પ્રમુખ ડ્રેગન બ્રાટીક કહે છે કે, સેક્સને રમત તરીકે માન્યતા આપવાથી લોકોમાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન મળશે. આ સિવાય સમાજમાં વર્જિત ગણાતા સેક્સ પ્રત્યે લોકોના વિચારોમાં ઉદારતા પણ આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Be the first to comment on "પહેલીવાર આ દેશમાં થયું સેક્સ ચેમ્પિયનશિપનું આયોજન, નિયમો સાંભળીને આંખે અંધારા આવી જશે"

Leave a comment

Your email address will not be published.


*