બેશરમ શાહ: ઓક્સિઝનથી મોત પામતા લોકોની વચ્ચે ઓક્સિઝન પ્લાંટ સાથે પડાવ્યો ફોટો

Published on Trishul News at 9:14 PM, Sat, 24 April 2021

Last modified on March 7th, 2022 at 2:16 AM

પત્રકાર દિલીપભાઈ પટેલ: જે કામ એક વર્ષ પહેલાં કરવા જેવું હતું તે કામ હવે અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ મંજૂર કર્યું છે. ગુજરાતમાં ઓક્સિઝન ન મળવાના કારણે સેંકડો લોકો મોતને ભેટ્યા છે. તે ઓક્સિઝન પ્લાંટ જો પહેલા બન્યા હોત તો માણસો મોતને ભેટ્યા ન હોત. હવે 11 નવા ઓક્સિઝન પ્લાંટ બનાવવાની સૈધાંતિક મંજૂરી કેન્દ્ર સરકારે આપી છે. કોવિડના દર્દીને પ્રતિ મિનિટ સરેરાશ 5-10 લિટર ઓક્સિજનની જરૂર પડે છે. ઓક્સિજનના નવા યુનિટ લગાવવા માટે સરેરાશ વેઈટિંગ પીરિયડ 28 દિવસ છે.

રૂપાણી નિષ્ફળ
ગુજરાતમાં ઓકેસિઝન પુરો પાડવા માટે એક વર્ષ પહેલાં 50 ઓક્સિઝપ પ્લાંટ ઊભા કરવાની જરૂર હતી. તેમ કરવાના બદને નિંભર એવા ગૃહ પ્રધાન અમિત શાહ ઓક્સિઝન પ્લાંટ પાસે ઊભા રહીને ફોટો પડાવી રહ્યાં છે. તેમણે તો ખરેખર શરમ આવવી જોઈએ કે ગુજરાતમાં લોકો આવા પ્લાંટ ભાજપની સરકાર ઊભા કરી શકી નથી. તેથી મોતને ભેટી રહ્યાં છે. રૂપાણી કે મોદી સરકાર પાસે આવા પ્લાંટ ઊભા કરવા માટે પૂરતો સમય હતો. તેમ તેમની પીસે ટૂંકી દ્રશ્ટિ હોવાથી કંઈ કર્યું નથી.

લોકોના મોત નેતાઓના ફોટો
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગર જિલ્લાના કોલવડા ખાતે કોવિંડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ ખાતે 280 PSA ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરાવ્યો હતો. ત્યારે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે ગુજરાતના કોવીડના દર્દીઓ ઓક્સિઝન વગર મોતને ભેટ્યા છે તે અંગે પ્રજાની માફી માંગી શ્રદ્ધાંજલિ આપવાની જરૂર હતી. પણ બે શરમ નેતાઓએ આવું કંઈ ન કર્યું. પ્રજા ભારે રોષમાં છે. કોલવડા ખાતે આજે 66 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. દર મિનિટે 280 લીટર ઓક્સિજન દર્દીઓને મળશે. એટલું જ નહીં આકસ્મિક સમય માટે ઓક્સિજન સિલિન્ડર પણ અહીં ઉપલબ્ધ કરાયા છે.

વડાપ્રધાનની અણઆવડત
જે કામ એપ્રિલ 2020માં દેશના વડાપ્રધાને કરવું જોઈતું હતું તે કામ તેઓ એક વર્ષ પછી કટોકટી ઊભી થયા પછી શરૂ કરી રહ્યાં છે. અણઆવડત મોદીની ઓળખ બની ગઈ છે. પી.એમ.કેર ફંડમાંથી ઓક્સિજન પૂરો પાડવા માટે એક ખાસ અભિયાન હાથ ધરાયું છે. જેના ભાગરૂપે ગુજરાતમાં નવા 11 PSA ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે.

ગુજરાતને ઓક્સિજન ન મળ્યો
ગુજરાતમાં લોકો મરે છે અને બીજા રાજ્યોને આપવાની ખોટી વાતો કરે છે. વધારાનો ઉત્પાદિત ઓક્સિજનનો જથ્થો અન્ય રાજ્યોને પહોંચાડવામાં આવશે. ગુજરાત ઉદ્યોગિક રાજ્ય છે ત્યારે ઓક્સિજનનું પણ વધુ ઉત્પાદન થઈ રહ્યું છે. ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ટાટા સન્સ અને ડી.આર.ડી.ઓ.ના સહયોગથી 1200 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ ટૂંક સમયમાં કાર્યરત બનશે. જેમાં 600 બેડ ICUની સુવિધા ઉપલબ્ધ હશે.

એક લાખ દર્દી
રાજ્યમાં 71,021 જેટલા ખાટલા છે. રાજ્યમાં કોરોનાના 92 હજાર ઍક્ટિવ કેસ છે, જે એક-બે દિવસમાં એક લાખને પાર કરી જશે એવી આશંકા સેવવામાં આવી રહી છે. 12મી એપ્રિલના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે રાજ્યમાં ઓક્સિજનની ડિમાન્ડ વધી રહી છે. નવેમ્બર મહિનામાં જ્યાં મેડિકલ ઓક્સિજનની ડિમાન્ડ 250 ટન હતી તે વધીને અત્યારે 600 ટન થઈ ચૂકી છે.

આયોજનમાં નિષ્ફળ: રાજ્યમાં 1050 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત છે.
કેન્દ્ર સરકારે અગાઉ આયોજન કરવાના બદલે 1000 ટન ઓક્સિજનનો જથ્થો આપવા 23 એપ્રિલ 2021ના રોજ 20 ટેન્કર સાથે ટ્રેન તૈયાર રાખવાનું નક્કી કર્યું છે. 20 રેક મારફતે 20 હજાર લીટર લિક્વિડ ઓક્સિજનનો જથ્થો ગુજરાતને મળી શકે છે. જો ગુજરાત પાસે પુરતો ઓક્સિજન છે પણ તેનું વિતરણ રૂપાણી સરકાર કરી શકતી નથી. હાલ ગુજરાતમાં 1000 ટનની જરૂરિયાત સામે 1200 ટન ઓક્સિજનનું ઉત્પાદન છે. પણ વિતરણ કરવા માટે સિલિન્ડર કે ટેન્ક નથી.

બે ગણા દર્દીઓ વધી ગયા
પહેલા 20% દર્દીને ઓક્સિજન આપવો પડતો હતો, હવે 45%ને આપવો પડે છે. માર્ચ 2021 માં ઓક્સિજનની જરૂરીયાત 400 ટન હતી. ઓક્સિજનનો વપરાશ 7 ગણો વધ્યો છે. દેશમાં કોરોના મહામારી પહેલા ઓક્સિજનનો વપરાશ સરેરાશ 700 TPD (ટન પર ડે) હતો. કોરોના આવ્યા પછી ઓક્સિજનનો વપરાશ વધીને 2800 TPD થયો હતો. જો કે બીજા વેવમાં ઓક્સિજનનો વપરાશ ગત વર્ષ કરતા સાત ગણો વધીને 5000 TPD થઈ ગયો છે.

75 ટનની સામે 1 હજાર ટન થયો
22 માર્ચ 2021માંસુધી ગુજરાતમાં રોજ 75 મેટ્રિક ટન ઓક્સિજન વપરાતો હતો. 22 એપ્રિલે રોજિંદો ઓક્સિજન વપરાશ 1,000 મેટ્રિક ટન પર પહોંચ્યો. ગુજરાતની 85 ટકા હોસ્પિટલો દર્દીઓને બચાવવા માટે માત્ર ઓક્સિજન સિલિન્ડર પર આધારિત છે. 5500 બેડની અમદાવાદની ખાનગી હોસ્પિટલો 98 ટકા ભરાઈ ગઈ છે. તેમાંથી મોટાભાગના દર્દીઓને ઓક્સિજનવાળા બેડની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "બેશરમ શાહ: ઓક્સિઝનથી મોત પામતા લોકોની વચ્ચે ઓક્સિઝન પ્લાંટ સાથે પડાવ્યો ફોટો"

Leave a comment

Your email address will not be published.


*