શાહરૂખ ખાન બન્યો મહિલા ક્રિકેટ ટીમનો માલિક, ટ્વિટર પર શેર કરી આપી માહિતી

Published on: 4:59 pm, Sun, 19 June 22

શાહરૂખ ખાન આ દિવસોમાં તેના આવનારા પ્રોજેક્ટ્સ ને કારણે ખુબ ચર્ચા માં છે. હાલ ના જ એક સમાચાર ની વાત કરીએ તો, શાહરૂખ ખાન હવે મહિલા ક્રિકેટ ટીમનો માલિક બની ગયો છે. આ જાહેરાત બાદ તેની ક્રિકેટ ટીમ અને યુએસએ એમએલસી ટી20 એપ્રિલમાં ગ્રેટર લોસ એન્જલસમાં વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ બનાવવા માટે આવશે. તાજેતર માં આવેલા અહેવાલો અનુસાર, નવી મહિલા ક્રિકેટ ટીમ આ વર્ષે યોજાનારી મહિલા કેરેબિયન પ્રીમિયર લીગ (WCPL)ના ઉદ્ઘાટનમાં સામેલ થશે.

શાહરૂખ ખાન મહિલા ક્રિકેટ ટીમને લાઈવ જોવા માંગે છે
પોતાની ખુશી વ્યક્ત કરતા શાહરુખ ખાને ટ્વિટર પર કહ્યું કે, ’30 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા WCPLમાં મહિલા ક્રિકેટ ટીમને લાઈવ રમતા જોવા માંગુ છું.’ તેણે લખ્યું, ‘કોક્લતા નાઈટ રાઈડર્સ, અબુ ધાબી નાઈટ રાઈડર્સ અને ત્રીબંગો નાઈટ રાઈડર્સ તથા આપણા બધા માટે એક ખુશીની ક્ષણ છે. આશા રાખું છું કે હું આ મેચ ને લાઇવ નિહાળવા માટે ત્યાં રહીશ.’

આ ઉપરાંત જો તેમના ફિલ્શામી કરીઅર તરફ નજર કરીએ તો શાહરૂખ ખાન ટૂંક સમયમાં તેની ફિલ્મ ‘પઠાણ’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેના સિવાય દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ જેવા સ્ટાર્સ પણ જોવા મળશે. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે, આ ફિલ્મ સિવાય તે ‘જવાન’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે સાન્યા મલ્હોત્રા અને નયનતારા જોવા મળશે. એટલી આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. આ બંને ફિલ્મો બાદ શાહરૂખ ખાન રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘ડંકી’માં પણ જોવા મળશે.

શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘જવાન’નું ટીઝર પણ તાજેતરમાં જ રિલીઝ થયું હતું, જેમાં તે એક અલગ જ રૂપમાં જોવા મળ્યો હતો. આખા ચહેરા પર પાટો બાંધેલો તેનો આ વીડિયો તે સમયે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો હતો. આપને એ પણ જણાવી દઈએ કે, તાજેતરમાં જ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ક્રુઝ ડ્રગ્સ કેસમાં NCB દ્વારા ક્લીનચીટ આપવામાં આવી છે, ત્યારબાદ તેનો ગીત ગાતો અને ગિટાર વગાડતો એક વીડિયો પણ સામે આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.