આજે છે શનિ જયંતી: 900 વર્ષ બાદ આજે થયો છે અનોખો સંયોગ- આ કામ કરશો તો દુખ થશે દુર

શનિ જયંતિ જેઠ મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે આ દિવસે શનિ દેવનો જન્મ થયો હતો. આ વખતે શનિજયંતિ 22 મે એટલે કે આજ રોજ ઉજવવામાં આવી રહી છે. આ દિવસે શનિદેવની પૂજાનું વિશેષ મહત્વ છે. મંદ ગતિને લીધે ચાલતા હોવાના કારણે તેને શનેશ્વર પણ કહેવામાં આવે છે.

કાશીના જ્યોતિષ અનુસાર આ વર્ષે 972 વર્ષો બાદ શનિ જયંતી પર વિશેષ સંયોગ પણ બની રહ્યો. જ્યોતિષ અનુસાર શનિ જયંતિના દિવસે ચાર ગ્રહ એક જ રાશિમાં રહેશે.જ્યોતિષાચાર્ય અને કાશી વિદ્વત પરિષદના સંગઠન મંત્રી પંડીત દિપક માલવિન એ જણાવ્યું કે 972 વર્ષો બાદ ૨૨ મેના રોજ શનિ જયંતી પર જ ગ્રહો સૂર્ય, ચંદ્ર, બુધ અને શુક્ર એકસાથે વૃષ રાશિમાં હશે.

આવો સંયોગ ઈ.સ 1048માં બન્યો હતો અને હવે તે ૫૦૦ વર્ષ બાદ થશે. આ વિશેષ સંયોગમાં શનિ દેવની ઉપાસના આરાધના અને તેની સામગ્રીઓ દાન આપવાથી વધુમાં વધુ લાભ મળશે. શનિદેવની જયંતી પર પૂજા પાઠ કરવાથી વ્યક્તિને વિશેષ ફળની પ્રાપ્તિ થઇ શકે છે. જે લોકોના રાશિઓમાં શનિની સાડાસાતી ચાલી રહી છે તે આ દિવસે શનિ સંબંધિત ઉપાયો કરી વ્યક્તિને વિશેષ લાભ મળે છે.

શનિ જયંતી પર કરો આ મહાઉપાય

આજના દિવસે કેટલાક મહા ઉપાયો કરી શનિદેવને પ્રસન્ન કરવામાં આવી શકે છે. શનિ જયંતિ ની સાંજે પશ્ચિમ દિશા તરફ એક દીવો પ્રગટાવો બાદમાં ॐ शां अभयहस्ताय नम: નો જાપ કરો. ઓછામાં ઓછી ૧૧ માળાનો જાપ કરો.

વધુમાં વધુ લોકો શનિદેવને ખરાબ માને છે કારણ કે શનિ દેવની દ્રષ્ટિથી કામમાં મુશ્કેલીઓ ઉભી થાય છે. શનિ જયંતિના શુભ મુહૂર્તમાં સુંદરકાંડ કે હનુમાન ચાલીસાના ૨૧ પાઠ કરો. સાથે જ કાળી ગાયની સેવા કરીને શનિદેવ પ્રસન્ન થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: