રામ મંદિર ટ્રસ્ટ પર શંકરાચાર્યના આરોપ: ભ્રષ્ટાચારીઓનો મંદિર ટ્રસ્ટ પર કબજો

શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ ટ્રસ્ટ પર મંગળવારે આમઆદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે જમીન ખરીદીના નામ પર કૌભાંડ કરવાનો આરોપ લગાવ્યો હતો. જેથી દ્વિપીઠાધીશ્વરજગતગુરુ શંકરાચાર્ય સ્વામી…

શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ ટ્રસ્ટ પર મંગળવારે આમઆદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે જમીન ખરીદીના નામ પર કૌભાંડ કરવાનો આરોપ લગાવ્યો હતો.

જેથી દ્વિપીઠાધીશ્વરજગતગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ જ્યોતેશ્વરમાં શ્રીરામ જન્મ ભૂમિ અયોધ્યામાં થઈ રહેલા મંદિર નિર્માણના ટ્રસ્ટના નામે આરએસએસ અને બીજેપી પર આરોપ લગાડ્યા.

જોકે તેમને રામ મંદિર ટ્રસ્ટમાં સર્વેસર્વા બનાવવામાં આવ્યા. આ પહેલાં તેમણે નામ લીધા વગર કેન્દ્રમાં બેઠેલી મોદી સરકાર પર પણ ગૌહત્યા બંધ ન કરાવવાને લઈને નિશાન સાધ્યું. શંકરાચાર્યએ કહ્યું હતું કે ગૌ હત્યા બંધ કરાવવા માટે જ્યારે તેમની સંખ્યા સંસદમાં 2 હતી ત્યારે લાંબા સમય સુધી સંઘર્ષ કરવામાં આવ્યો, જ્યારે હાલ સંસદમાં તેમની સંખ્યા 200થી વધુ થઈ ગઈ તો તેઓ ગૌહત્યા બંધ કરાવવાનો નારો ભૂલી ગયા.

શુભ મુહૂર્તમાં ન કરવામાં આવ્યો મંદિરનો શિલાન્યાસ
જેનો અમે વિરોધ પણ કર્યો, જોકે કોઈએ ધ્યાન ન આપ્યું. તેના પગલે ટ્રસ્ટીઓની બુદ્ધિ ખરાબ થઈ રહી છે, જેનું ઉદાહરણ પ્રત્યક્ષ રૂપથી દેખી શકાય છે.

શંકરાચાર્યએ શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટી ચંપત રાય પર આરોપ લગાડતા કહ્યું હતું કે, મંદિર નિર્માણ માટે જે રકમ આવી છે એનાથી મોંઘા ભાવે જમીનની ખરીદી કરવામાં આવી રહી છે, એવામાં ચંપત રાય કહી રહ્યા છે કે અમારી પર ગાંધીજીની હત્યાનો પણ આરોપ લાગી ચૂક્યો છે.

આપણે આરોપોની ચિંતા કરતા નથી તો આટલા બિનજવાબદાર લોકો કઈ રીતે ટ્રસ્ટી તરીકે છે. તેમને વડાપ્રધાને તાત્કાલિક ટ્રસ્ટીપદેથી દુર કરવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *