ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

શંકરસિંહ વાઘેલાએ આપ્યું રાજીનામું, બનાવવા જઈ રહ્યા છે નવી પાર્ટી

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા NCPમાંથી રાજીનામું આપી દીધું છે.  તેમણે રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. તાજેતરમાં NCPએ શંકરસિંહને પ્રદેશ પ્રમુખ પદેથી હટાવી જયંત પટેલને પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા. શંકરસિંહ વાઘેલાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. શંકરસિંહ વાઘેલાએ એનસીપીના પ્રમુખ શરદ પવારને લખેલા પત્રમાં રાજીનામું આપ્યું હોવાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે, NCPમાં શંકરસિંહનું પદ ઘટતા અને NCPના ધારાસભ્યએ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને મત આપતા શંકરસિંહે રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ શંકરસિંહને ગુજરાતના પ્રદેશ પ્રમુખ પદેથી દૂર કરાયા હતા. મળતી માહિતી અનુસાર, રાજીનામું આપ્યા બાદ બાપુ નવી પાર્ટી બનાવશે. પ્રજા શક્તિ મોર્ચાથી શંકરસિંહ મેદાનમાં ઉતરી શકે છે. જોકે, શંકરસિંહ વાઘેલાએ તેની 50 વર્ષની રાજકીય કરિયરમાં અત્યાર સુધીમાં 5 પક્ષ બદલી ચૂક્યા છે. જ્યારે વર્ષ 2017થી લઈ 2020 સુધીમાં એટલે કે ત્રણ વર્ષમાં જ ત્રણ પક્ષ બદલ્યાં છે.

શંકરસિંહ વાઘેલાએ પત્રમાં લખ્યું છે કે, 2019માં પ્રફુલ પટેલ વ્યક્તિગત રીતે અમદાવાદ આવ્યા હતા અને મને એનસીપીમાં જોડાવાનું કહ્યું હતું. હું તેમના આવા ઉમદા વર્તન બદલ તેમનો આભાર માનું છું. તેમણે મારામાં વિશ્વાસ રાખ્યો હતો અને એનસીપીમાં ઓલ ઈન્ડિયા જનરલ સેક્રેટરીની જવાબદારી સોંપી હતી. બાદમાં મને ગુજરાતમાં એનસીપીને મજબૂત બનાવવા માટે ગુજરાત પ્રદેશ પ્રમુખ બનાવાયો હતો. હું મારા ખરા જુસ્સા, લાંબા રાજકિય અનુભવ અને પારદર્શી સિસ્ટમ દ્વારા સમગ્ર રાજ્યના કાર્યકર્તાઓમં જુસ્સો લાવીને તમે મારામાં મૂકેલા વિશ્વાસને સાર્થક કરવાનો પ્રયાસ કર્યો છે. જે દિવસે સ્ટેટ એનસીપીના પ્રમુખ પદમાં ફેરફાર કરવામાં આવ્યો અને તાજેતરમાં રાજકિય ગતિવિધિઓના કારણે પક્ષના કાર્યકર્તાઓ, નેતાઓ અને તાલુકા-જિલ્લા અને રાજ્યના કાર્યકર્તાઓમાં નિરાશા વ્યાપી ગઈ છે.

શંકરસિંહે અત્યાર સુધીમાં કયા કયા પક્ષ છોડ્યાં

માં સૌ પહેલા તેઓ ભાજપમાં જોડાઈને રાજકીય સફર શરૂ કરનારા શંકરસિંહે ભાજપ બાદ રાજપાની સ્થાપના કરી હતી. ત્યાર બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા અને કેન્દ્રમાં કાપડ મંત્રી પણ બન્યા. જો કે 2017 વિધાનસભા ચૂંટણી સમયે તેમણે કોંગ્રેસને રામરામ કર્યા અને જન વિકલ્પ નામના પક્ષની સ્થાપના કરી હતી. પરંતુ વિધાનસભા ચૂંટણીમાં ગજ ન વાગતા તેઓ જૂન 2019માં NCPમાં જોડાયા હતા. પરંતુ એક વર્ષમાં જ તેમણે પક્ષમાંથી રાજીનામું ધરી દીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: