શંકરસિંહ બાપૂ આવ્યા પાટીદાર આંદોલનકારીઓના સમર્થનમાં, પાસ કન્વીનરના ઘરે પહોંચ્યા અને…

ગુજરાતની રાજનીતિમાં ક્યારેય ન થયો હોય તેવો રકાસ ભાજપનો 2017 ની ચૂંટણીમાં થયો હતો. 2017 વિધાનસભાની ચૂંટણી માંડ માંડ જીતેલી ભાજપ 2019 ની લોકસભા ચૂંટણીપૂર્વે કોઈ ભૂલ કરવા નથી માંગતું. ભાજપે જોડતોડ, વિરોધીઓને મિત્ર બનાવીને રાખવાની અને જાતે ઉભા કરેલા વિરોધીઓની માંગ સંતોષવા ની વૃત્તિ ફરી એકવાર 2019માં જોવા મળે તો નવાઈ નહિ.

ગુજરાતની રાજનીતિમાં મોટું નામ ધરાવતા શંકરસિંહ વાઘેલા ફરી એકવાર ચૂંટણી પહેલા સક્રિય થયા છે. અને હવે બાપુએ પાસ આંદોલનકારીઓનો હાથ પણ પકડ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે 2017 માં તેમણે જે ત્રીજો મોરચો બનાવવાની યોજના કરી હતી તે 2019માં અવશ્ય જોવા મળશે. આજે શંકરસિંહ વાઘેલાએ સુરતના પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાના ઘરે તેમના પરિવારજનોને મળ્યા હતા.

તમને જનવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી રાજદ્રોહના કેસમાં સુરતના પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા સાબરમતી જેલમાં બંધ છે. શંકરસિંહ બાપુએ આજે સુરત પાસ કન્વિનર અલ્પેશના પરિવારને મળી સાંત્વના પાઠવી હતી. ત્યારબાદ શંકરસિંહ વાધેલાએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જીએસટી-નોટબંધીના કારણે ગુજરાત સહિત દેશની આર્થિક કમર તોડી નાખી છે.

એક દિવસના પ્રતિક ઉપવાસ દરમિયાન પોલીસ દ્વારા હાર્દિક અલ્પેશ સહિત 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ 8 આંદોલનકારીઓનો જામીન પર છૂટકારો થયો હતો. જોકે, અલ્પેશ કથીરિયાની રાજદ્રોહ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. રાજદ્રોહના કેસમાં અલ્પેશ હાલ સાબરમતી જેલમાં બંધ છે. અને કેસમાં સુનાવણીઓ ચાલી રહી છે. દરમિયાન આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અલ્પેશના ઘરે તેના પરિવારને મળવા પહોંચ્યા હતા. અલ્પેશની બહેને તિલક કરી વાઘેલાનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વાઘેલાએ પરિવારને સાંત્વના પાઠવી હતી.

શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, અલ્પેશ કથીરિયાને કોર્ટ મુક્ત કરવાની હતી પરંતુ તેમ થયું નથી ક્યારે છોડે એ ખબર નથી. શંકરસિંહ મીડિયા સાથે ની વાતચીતમાં હાલની મોદી સરકારને અંગ્રેજોની ગોરાઓની સરકાર કરતા પણ ખરાબ ગણાવી હતી. એ પરિવારને તહેવારમાં સધિયારો મળે અને જુવાન દીકરાના પરિવારને હૂંફ આપવા માટે ગયો હતો. ત્યાં અન્ય યુવકો પણ મળ્યાં હતાં. અને સરકાર દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અને રોષ અંગે કહેવામાં આવ્યું હતું. મારી સરકારને એક જ વિનંતી છે કે, મોટું મન રાખીને લોકોના તહેવાર ન બગડે તે જોવું જોઈએ. ખોટો રોષ રાખવાનો કોઈ મતલબ નથી.

રામમંદિરના મુદ્દે કેન્દ્રની સરકારને આડેહાથ લેતા શંકરસિંહે જણાવ્યું હતું કે, સંપૂર્ણ બહુમતિ હોવા છતાં અત્યાર સુધી સાડા ચાર વર્ષ સુધી કંઈ ન કર્યું અને હવે સરકાર બનવાની નથી એટલે ફરી એ ઘસાઈ ગયેલો મુદ્દો લઈને આવ્યા છે પરંતુ આ લોકો હવે ફાવશે નહીં. રામના નામે લોકોને સંઘ પણ છેતરી રહ્યું હોવાનો આક્ષેપ કરતાં શંકરસિંહે વધુમાં ઉમેર્યુ હતું કે, મંદિરથી કોઈના પેટ નથી ભરાવાના. મુદ્દાઓ અને સરકારની નિષ્ફળતા દબાવવા માટે ફરી આ મુદ્દો રજૂ કરાયો છે. ફૈઝાબાદનું અયોધ્યા કરવાથી કે શહેરોના નામ બદલવાથી સામાન્ય માણસને ક્યો ફાયદો થવાનો છે. લોકો બધુ સમજે છે આ લોકોની ફરી સરકાર નહીં બને.

Facebook Comments