Coronavirus નું ગ્રહણ- ભારત સહિત દુનિયાભરના શેર બજારમાં હાહાકાર, રોકવું પડ્યું ટ્રેડિંગ

ગુરુવારે શેરબજારમાં આવેલા ઐતિહાસિક કડાકા બાદ, આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ એટલે કે શુક્રવારે સવારે શેરબજાર ખુલતાની જબરદસ્ત રીતે પડ્યો હતો. માત્ર ભારત જ નહીં…

ગુરુવારે શેરબજારમાં આવેલા ઐતિહાસિક કડાકા બાદ, આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ એટલે કે શુક્રવારે સવારે શેરબજાર ખુલતાની જબરદસ્ત રીતે પડ્યો હતો. માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરના શેરબજારોની હાલત ખરાબ છે. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 220 થી વધુ અંક નીચે પડયો હતો. અને નિફ્ટી ૭૦૦ અંક જેટલો ગબડી પડયો હતો. ત્યારબાદ કારોબાર આગળ જતાં વધુ ખરાબ હાલત નોંધાતા મુંબઈ સ્ટોક એક્સચેન્જમાં 45 મિનિટ સુધી કોઈ પણ પ્રકારના કારોબાર બંધ કરી દેવામાં આવ્યા હતા. શેરબજારનો કારોબાર ફરી વખત 10:15 મિનિટે શરૂ થશે. બજાર ખુલતાની સાથે જ 10 ટકા કે તેનાથી વધુની પડતી થાય ત્યારે લોઅર સર્કિટ લાગુ પડે છે અને ટ્રેડિંગ થોડા સમય માટે રોકી દેવામાં આવે છે.

આવી જ હાલત અમેરિકાના શેરબજાર dow jones માં પણ થઈ હતી. જ્યાં શરૂઆત સામાન્ય થઇ હતી. પરંતુ દિવસના અંતે dow jones 10% જેટલો ગગડયો હતો. જેના કારણે ટ્રેડિંગ 15 મિનિટ માટે રોકી દેવું પડયું હતું. ઉલ્લેખનીય છે કે, 1987 બાદ અમેરિકન શેરબજારમાં સૌથી ખરાબ હાલત ગઈકાલે નોંધાઇ હતી.

શેરબજારમાં આટલા મોટા ધબડકા નું કારણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોના ને વિશ્વ વ્યાપી મહામારી જાહેર કરી હોવાનું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ એ કહ્યુ કે કોરોના વાઈરસને વિશ્વ વ્યાપી મહામારી ગણી શકાય છે. સાથે સાથે ઘણા દેશો દ્વારા ટુરિસ્ટ વિઝા રોકી દેવામાં આવતા વિશ્વભરના માર્કેટને ફટકો પહોંચ્યો છે. સાથે સાથે રશિયા અને સાઉદી દેશો વચ્ચે થયેલા ક્રૂડ ઓઈલ યુદ્ધ ને કારણે ક્રૂડ ઓઈલ અને સોનાના ભાવ પણ ગગડી ગયા છે. જેની સીધી અસર વિદેશી ફંડ પર દેખાતા શેરબજારમાં ધબડકો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *