કોંગ્રેસના સાંસદ નેતા કોઈને ખબર ન પડે તેમ પહોચ્યા પાકિસ્તાન, અચાનક વિડીયોમાં આવ્યા સામે

બોલીવુડના કિંગ ગણાતા ફિલ્મ એક્ટર અને કોંગ્રેસમાં જોડાઈ ચુકેલા પૂર્વ સાંસદ શત્રુઘ્ન સિંહા એક લગ્નમાં હાજરી આપવા માટે કોઈને જાણ ન થાય તેમ પાકિસ્તાનમાં ગયા…

બોલીવુડના કિંગ ગણાતા ફિલ્મ એક્ટર અને કોંગ્રેસમાં જોડાઈ ચુકેલા પૂર્વ સાંસદ શત્રુઘ્ન સિંહા એક લગ્નમાં હાજરી આપવા માટે કોઈને જાણ ન થાય તેમ પાકિસ્તાનમાં ગયા હતા. શત્રુઘ્ન સિંહા પાકિસ્તાનના લાહોરમાં ગયા હતા. શત્રુઘ્ન સિંહાનું પાકિસ્તાન જવાનું મુખ્ય કારણ હતું લગ્ન. જોકે હવે આ લગ્નમાં શત્રુઘ્ન સિંહાની હાજરીના વિડિયો અને ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.પાકિસ્તાનના પરવેઝ મુગલ નામના એક ફોટોગ્રાફરે આ તસવીરો શેર કરી છે. જેમાં શત્રુઘ્ન સિંહા પણ નજરે આવી ગયા હતા.

સાથે-સાથે આ ફોટોગ્રાફરે લખતા જણાવ્યું હતું કે, હના અને અહેમદની કવ્વાલી નાઈટ પર રીમા અને શત્રુઘ્ન સિંહાજી, હેપનિંગ નાઉ… જોકે આ ફોટોગ્રાફ પર હજી સુધી શત્રુઘ્ન સિંહા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. શત્રુઘ્ન સિંહાની સાથે પાકિસ્તાની ફિલ્મ સ્ટાર રીમા પણ હાજર હતી. પાકિસ્તાન અને ભારત વચ્ચે ચાલી રહેલા તનાવના માહોલમાં શત્રુઘ્ન સિંહાની પાકમાં યોજાયેલા લગ્નમાં હાજરીના કારણે વિવાદ પણ થઈ શકે છે.

હાલમાં જ વિવાદ સર્જાવાની બીકે જ સુપર સ્ટાર સલમાનખાને પાકિસ્તાની ઈવેન્ટ ઓર્ગનાઈઝરના અમેરિકામાં યોજાનારા શોમાં હાજરી આપવાનો ઈનકાર કરી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *