સોનાક્ષી સિંહાને પિતા શત્રુઘ્ન સિંહાએ પોતાની સંપત્તિમાંથી બેદખલ કરી, કારણ જણાવતા કહ્યું…

Published on Trishul News at 10:01 AM, Thu, 19 May 2022

Last modified on May 19th, 2022 at 10:01 AM

બોલીવુડના દબંગને તો સૌં કોઈ જાણે છે અને તેના ફેન ફોલોવ્રસની સંખ્યા પણ લાખોમાં છે. ત્યારે બોલીવુડમાં દબંગ ગર્લ તરીકે જાણતી થયેલી સોનાક્ષી સિંહા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે, સાથે સાથે છેલ્લા ઘણાં સમયથી સોનાક્ષી સોશિયલ મીડિયામાં ખુબજ એક્ટીવ પણ રહે છે. ચાલો આજે જણાવી દઈએ કે અભિનેત્રીએ ખૂબ જ ઓછા સમયમાં સારું નામ કમાઈ લીધું છે અને આજે તે લાખો લોકોની પહેલી પસંદ બની ગઈ છે.

બોલીવુડની દબંગ ગર્લે ખુબજ ઓછા સમયમાં જાતમેહનત વડે અથાગ પરિશ્રમ કરીને ઓછા બોલીવુડમાં પોતાનું નામ બનાવ્યું છે. તો સાથે સાથે કરોડો ભારતીયોની ફેન સોનાક્ષી બની ચુકી છે. સોનાક્ષી આજે પોતાના દમ પર આગળ આવીને બોલીવુડમાં પોતાના અભિનય વડે ઘણી બધી ફિલ્મોને હીટ કરી બતાવી છે. અને આજે ઘણાબધા લોકોની પેહલી પસંદ બની ચુકી છે.

આમ જોવા જઈએ તો સોનાક્ષી સિંહા એક બોલીવુડ ફેમીલીમાંથી બીલોંગ કરે છે. સોનાક્ષી સિંહાના પિતા શત્રુઘ્ન સિંહા તેમના જમનાના સુપરસ્ટાર અને બોલીવુડના કિંગ કેહવાતા હતા. ઘણીવાર સોનાક્ષીને તેના પિતાના નામથીજ ઓળખવામાં આવે છે જણાવી દઈએ તમને કે, આ પિતા પુત્રીના પ્રેમને આખું બોલીવુડ જાણે છે કે પિતા સોનાક્ષીને ખુબજ પ્રેમ કરે છે અને સોનાક્ષીને ખુબજ લાડ કોડથી ઉછેરવામાં આવી છે.

બોલીવુડની દબંગ ગર્લ હાલ ફરી એક વાર ચર્ચાઓમાં આવી છે પણ આ વખતે તેનું કારણ જાણીને તેના ફેન્સને ખુબજ મોટો આઘાત લાગશે તે નક્કી છે. શત્રુઘ્ન સિંહાનું કહેવું છે કે હવે તેમની સંપત્તિમાંથી એક ફૂટી કોડી પણ તેની પુત્રી સોનાક્ષી સિંહાને મળવાની નથી. આ વાત તેમણે ખુદ એક મીડિયાને આપેલ ઇન્ટરવ્યુંમાં થોડા સમય પેહાલાજ કહી હતી. કરોડની માલ મિલકત ધરાવતા અભિનેતાએ હિસ્સો આપવાથી સાફ સાફ ઇનકાર કરી દેતા સોનાક્ષીના ફેન્સના મનમાં ધ્રાસકો પડ્યો છે.

બોલીવુડની દબંગ ગર્લના પિતા શત્રુઘ્ન સિંહાએ પોતાની માલમિલકતમાં બેદખલ કરીને તેમણે તેવું કરવાનું કારણ પણ રજુ કર્યું હતું કારણ જાણીને તમને પણ ગર્વ થાશે કે સોનાક્ષી સિંહાની હિંમતને પણ દાદ દેવી જોઈએ જણાવી દઈએ તમને કે આ બાબતે શત્રુઘ્ન સિંહાએ વધારે માહિતી આપતા જણાવ્યું કે, સોનાક્ષી સિન્હા એક આત્મનિર્ભર છોકરી છે અને તેણે આ બધી સંપત્તિ અને ખ્યાતિ પોતાના દમ પર મેળવી છે.

શત્રુઘ્ન સિંહાએ એવું પણ જણાવ્યું કે તેમની દીકરીને હવે કોઈ વસ્તુની કમી નથી, આવી સ્થિતિમાં તેમણે દીકરીના નામે કોઈ મિલકત કે મિલકતનો ભાગ નહીં આપવાનો નિર્ણય લીધો છે. સોનાક્ષી હવે પોતાના તમામ સપનાઓ અને ઈચ્છાઓ જાતે કમાઈને પૂરી કરી શકવા સક્ષમ થઇ ગઈ છે જેથી હવે તેને મારી મિલકતમાંથી એક ફૂટી કોડી પણ હું નહિ આપું. આજે તે જ્યાં છે ત્યાં પોતાના દમ અને તાકાતથી પોહચી છે.

બોલીવુડની દબંગ ગર્લ સોનાક્ષી સિંહા આજે આત્મનિર્ભર સાથે સાથે તેનામાં ટેલેન્ટની પણ કોઈ કમી નથી.સોનાક્ષી પાસે આજે ના તો પૈસાની કમી છે કે ન તો મોટા પ્રોજેક્ટ. દરેક ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક પોતાની ફિલ્મમાં કાસ્ટ કરવા તૈયાર છે. આવી સ્થિતિમાં પિતાનો આ નિર્ણય એક રીતે સાચો સાબિત થાય છે. આમ જોવા જઈએ તો શત્રુઘ્ન સિંહા અને સોનાક્ષી સિન્હાનો પ્રેમ કોઈનાથી છૂપો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "સોનાક્ષી સિંહાને પિતા શત્રુઘ્ન સિંહાએ પોતાની સંપત્તિમાંથી બેદખલ કરી, કારણ જણાવતા કહ્યું…"

Leave a comment

Your email address will not be published.


*