IPL છોડી જુગાર રમતા દેખાયા Shikhar Dhawan, અચાનક પોલીસ ત્રાટકી અને… વાયરલ થયો ભારતના સ્ટાર ખેલાડીઓ વિડીયો

પોતાની રમત સિવાય ક્રિકેટર શિખર ધવન (Shikhar Dhawan) ભૂતકાળમાં અભિનય માટે પણ ખુબ ચર્ચામાં હતો. તેણે અભિનેત્રી હુમા કુરેશી અને સોનાક્ષી સિન્હાની ફિલ્મ ડબ એક્સેલથી…

પોતાની રમત સિવાય ક્રિકેટર શિખર ધવન (Shikhar Dhawan) ભૂતકાળમાં અભિનય માટે પણ ખુબ ચર્ચામાં હતો. તેણે અભિનેત્રી હુમા કુરેશી અને સોનાક્ષી સિન્હાની ફિલ્મ ડબ એક્સેલથી બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ વચ્ચે શિખર ધવનનો એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે તેના મિત્રો સાથે જુગાર રમતા જોવા મળે છે. બીજી તરફ જ્યારે પોલીસ ઓફિસ આવે છે ત્યારે શિખર ધવનના મિત્રો તેને એકલો છોડીને ભાગી જાય છે.

હકીકતમાં, તાજેતરમાં જ Shikhar Dhawan ને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ફની વીડિયો શેર કર્યો છે. જેમાં તે મિત્રો સાથે જુગાર રમતા જોવા મળે છે. દિગ્ગજ ક્રિકેટરો સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે ખાસ તસવીરો અને વીડિયો પણ શેર કરતો રહે છે. શિખર ધવને આ ફની વીડિયો પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં તેની સાથે હરપ્રીત બ્રાર પણ જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Shikhar Dhawan (@shikhardofficial)

વીડિયોમાં બંને એક મિત્ર સાથે જુગાર રમતા જોવા મળે છે. પછી અચાનક પોલીસ ત્યાં આવે છે, જેને જોઈને હરપ્રીત બ્રાર અને તેનો મિત્ર ભાગી જાય છે, પરંતુ શિખર ધવન પંજાબીમાં કહે છે, ‘પાછા આવો, આ આપણા જ બાબા છે’. શિખર ધવનનો આ ફની વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ક્રિકેટરના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. એક ચાહકે તેની કોમેન્ટમાં લખ્યું, ‘મને સમજાતું નથી કે તે એક્ટર છે કે ક્રિકેટર.’ બીજાએ લખ્યું, ‘કઈ લાઈનમાં આવી ગયા ભાઈ.’ ખેર.. વિડીયો જોઈને તમે પણ કોમેન્ટ કરીને તમારો પ્રતિભાવ આપજો.

IPL 2023 ની 21મી મેચ પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં લખનૌએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 159 રન બનાવ્યા હતા. લખનૌના કેપ્ટન કેએલ રાહુલે 56 બોલમાં 74 રન બનાવ્યા હતા. આ પહેલા જ્યારે મેચ માટે ટોસ થયો ત્યારે પંજાબ કિંગ્સના કેપ્ટન Shikhar Dhawan પહોંચ્યા ન હતા. તેના સ્થાને 24 વર્ષીય ઓલરાઉન્ડર સેમ કેરેન આવ્યો અને તે સ્પષ્ટ થઈ ગયું કે કેરન આ મેચમાં પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *