ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

રસોડામાંથી મળી રહેતી 3 સામગ્રી માંથી ફિટ રહેવા રોજ આ ચા પીવે છે શિલ્પા શેટ્ટી

ફ્રીલ્મી એક્ટ્રેસો પોતાને ફીટ રાખવા માટે નવા-નવા નુસખા ગોતતી રહેતી હોય છે. આજે અમે 44 વર્ષની શિલ્પા શેટ્ટી કેટલીક ફિટનેસ ફ્રિક છે તે વાત સૌ કોઈ જાણે છે. તે પોતાને ફિટ રાખવા માટે યોગાસનથી લઈને ટ્રેનિંગ સેશન સુધીના શક્ય તમામ પ્રયાસો કરે છે. આટલી ઉંમર હોવા છતાં તે 26ની હોય તેવું લાગે.

શિલ્પાને દેશી અને હેલ્ધી ખાવાનું વધારે પસંદ છે. ત્યારે તે ડ્રિંકમાં શું પસંદ કરે છે તે પણ જાણવા જેવું છે. ફોટો શેર કરતાં શિલ્પાએ ખુલાસો કર્યો કે, તે રોજ બપોરે 2 કલાકે CCF ટી લે છે. આ ચાનું નામ તમે પહેલીવાર સાંભળ્યું હશે પરંતુ તેને બનાવવી જરાય અઘરી વાત નથી.

CCF ચા શું છે?

શિલ્પાએ જણાવ્યાનુસાર, CCF ચા જીરું, સૂકા ધાણા અને વરિયાળીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ત્રણ એવી વસ્તુ છે જે તમારા રસોડામાંથી સરળતાથી મળી રહે છે. જે તમને ડિટોક્સ અને ફિટ રહેવામાં મદદ કરે છે. જીરું, સૂકા ધાણા અને વરિયાળીનો ઉપયોગ વાનગીનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. આ સિવાય તે શરીર માટે પણ સારા છે, ખાસ કરીને ઉનાળાની સીઝનમાં. આ ચા પીવાથી તમારી ડાઈઝેશન સિસ્ટમ ઈમ્પ્રૂવ થાય છે અને શરીરમાંથી હાનિકારક તત્વો બહાર નીકળે છે. CCF ચાને આયુર્વેદિક ચા પણ કહેવાય છે. CCF ચાથી ન્યૂટ્રિશન મળે છે. સાથે જ પાચનશક્તિમાં નબળી હોય તો તેને પણ મજબૂત બનાવે છે.

જીરું પાચન શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. સૂકા ધાણા ગરમીમાં શરીરને ઠંડક આપે છે. આ સિવાય તણાવને દૂર કરે છે તેમજ બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. ગરમીમાં શરીર ઠંડુ રહે તે માટે ડોક્ટર પણ વરિયાળીનું પાણી પીવાની સલાહ આપે છે.

ચા પીને વજન ઘટાડી શકો છો

આ ચાનો સૌથી મોટો અને મુખ્ય ફાયદો એ છે કે તે તમારી પાચન શક્તિ સુધારે છે. પાચન શક્તિ સુધરવાથી શરીરમાંથી ચરબી દૂર થાય છે. આ ચા પીવાથી તમારૂં મેટાબોલિઝ્મ વધે છે અને જેના કારણે શરીર પરની વધારાની ચરબી દૂર થાય છે.

કેવી રીતે બનશે ચા?

સામગ્રી:

1/2 ચમચી જીરું

1/2 ચમચી સૂકા ધાણા

1/2 ચમચી વરિયાળી

1/2 કપ પાણી

બનાવવાની રીત

એક પેનમાં પાણી ગરમ કરવા મૂકો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં જીરું, સૂકા ધાણા અને વરિયાળી ઉમેરો. તમે ઈચ્છો તો તેમાંથી પાઉડર પણ બનાવી શકો. આ પાણીને ફરીથી 15 મિનિટ ઉકળવા દો. બાદમાં ગેસ બંધ કરી દો અને તેને થોડું ઠંડુ થવા દો. તો તૈયાર છે તમારી CCF ચા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: