ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભડકો, 26 નેતાઓ ભાજપમાં જોડાયા- વાંચો લીસ્ટ

Published on Trishul News at 12:26 PM, Tue, 8 November 2022

Last modified on November 8th, 2022 at 12:26 PM

હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)માં જીતનો દાવો કરી રહેલી કોંગ્રેસ(Congress)ને ચૂંટણી પહેલા જ મોટો ઝટકો લાગ્યો છે. હા, કોંગ્રેસના 26 નેતાઓ હાથ નો સાથ છોડીને ભાજપમાં જોડાયા છે. સોમવારે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ મહાસચિવ ધરમપાલ ઠાકુર ખંડ સહિત કોંગ્રેસના 26 નેતાઓ અને સભ્યો ભાજપ(BJP)માં જોડાયા હતા. રાજ્યમાં મતદાનને હવે એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે. કોંગ્રેસ પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહી છે. તે જનતાને અનેક વચનો આપી રહી છે, આવી સ્થિતિમાં 26 નેતાઓનું છોડવું સુનામીથી ઓછું નથી.

તમામ આગેવાનોનું કરાયું સ્વાગત:
આ તમામ કોંગ્રેસી નેતાઓ મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને ભાજપના રાજ્ય ચૂંટણી પ્રભારી સુધન સિંહની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. આ પ્રસંગે શિમલાથી ભાજપના ઉમેદવાર સંજય સૂદ પણ હાજર હતા. સીએમ જયરામ ઠાકુરે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા તમામ નેતાઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ પ્રસંગે સીએમએ કહ્યું કે, આવો ભાજપની ઐતિહાસિક જીત માટે સાથે મળીને કામ કરીએ.

કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થનારાઓમાં કોંગ્રેસના પૂર્વ મહાસચિવ ધરમપાલ ઠાકુર, પૂર્વ સચિવ આકાશ સૈની, પૂર્વ કાઉન્સિલર રાજન ઠાકુર, પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષ અમિત મહેતા, મેહરસિંહ કંવર, યુથ કોંગ્રેસના રાહુલ નેગી, જય મા શક્તિ સામાજિક સંસ્થાનના પ્રમુખ જોગીન્દરનો ઠાકુર, નરેશ વર્મા, ચમ્યાના વોર્ડના સભ્ય યોગેન્દ્ર સિંહ, ટેક્સી યુનિયનના સભ્ય રાકેશ ચૌહાણ, ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ શિમલાના પ્રમુખ ધર્મેન્દ્ર કુમાર, વીરેન્દ્ર શર્મા, રાહુલ રાવત, સોનુ શર્મા, અરુણ કુમાર, શિવમ કુમાર અને ગોપાલ ઠાકુર સમાવેશ થાય છે.

એટલું જ નહીં, ચમન લાલ, જિલ્લા કોંગ્રેસ સમિતિના સચિવ દેવેન્દ્ર સિંહ, મહેન્દ્ર સિંહ, પૂર્વ યુથ કોંગ્રેસના મહાસચિવ મુનીશ મંડલા, બાલકૃષ્ણ બોબી, સુનીલ શર્મા, સુરેન્દ્ર ઠાકુર, સંદીપ સમતા અને રવિ પણ સોમવારે જ ભાજપમાં જોડાયા હતા. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે આ તમામનું ભાજપમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે ચાલો આપણે સાથે મળીને ભાજપની ઐતિહાસિક જીત માટે કામ કરીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભડકો, 26 નેતાઓ ભાજપમાં જોડાયા- વાંચો લીસ્ટ"

Leave a comment

Your email address will not be published.


*