શિવજી નો આ મંત્ર તમારા જીવન પૂર્ણ થયા બાદ અપાવશે મોક્ષ- રોજ સવારે કરજો રટણ

મહા મૃત્‍યુંજય મંત્ર – ભગવાન શીવજીના પૂજન – અભિષેક માટેનો મંત્ર છે. આ મંત્ર હિન્‍દુઓની આસ્‍થાનું પ્રતીક છે. આ મંત્ર ખૂબ જ પ્રભાવશાળી અને દિવ્‍ય…

મહા મૃત્‍યુંજય મંત્ર – ભગવાન શીવજીના પૂજન – અભિષેક માટેનો મંત્ર છે. આ મંત્ર હિન્‍દુઓની આસ્‍થાનું પ્રતીક છે. આ મંત્ર ખૂબ જ પ્રભાવશાળી અને દિવ્‍ય છે. મહા મૃત્‍યુંજય મંત્રને મૃતસંજીવની મંત્ર પણ કહે છે. જીવને ભગવાન શીવજી દ્વારા અપાતા મોક્ષ માટેનો મંત્ર ગણાય છે. મહા મૃત્‍યુંજય મંત્રનું ઉચ્‍ચારણ દિવ્‍ય આંદોલનો ઉત્‍પન્‍ન કરે છે. જીવ અને શીવ સ્‍વરૂપ છે. જીવ પોતાના જીવનકાળ સમાપ્‍ત કર્યા બાદ શીવજીને આધિન મૃત્‍યુને વરે છે. જીવ જન્‍મ-મરણના કાળચક્રમાંથી મહામંત્ર મહા મૃત્‍યુંજય મુક્તિ અપાવે છે.

મહા મૃત્‍યુંજય મંત્ર 

મહા મૃત્‍યુંજય મંત્રનો શુકલ યર્જુવેદમાં ઉલ્‍લેખ છે. તે અહીં દર્શાવ્‍યો છે. મંત્રમાં જીવનો શીવ સાથેનો દિવ્‍ય સંબંધ તથા શુદ્ધ ચેતના અને આનંદ પામવા માટેનો અમોધ મંત્ર એટલે મહા મૃત્‍યુંજય મંત્ર.

‘‘ૐ ત્રયમ્‍બકં યજામહે ।

સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ ।

ઉર્વારૂકમિવ બન્‍ધનામ્ ।

મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્ ।। 

અર્થ: સમસ્‍ત સંસારના પાલનહાર ત્રિનેત્રવાળા ભગવાન સદાશીવજીનું અમે ધ્‍યાન ધરીએ છીએ, આરાધના કરીએ છીએ. સમસ્‍ત વિશ્વમાં સૌરભ ફેલાવનાર ભગવાન શંકર મૃત્‍યુથી ન કેવળ મોક્ષથી અમને મુક્તિ અપાવો.

વિવરણ: આ મહા મૃત્‍યુંજય મંત્ર ભગવાન શંકર ત્ર્યંમ્‍બકમ્ ની ઉપાસના છે. સદાશીવ શંકર આર્શિવાદ આપનાર દેવતા છે. શં – એટલે આર્શિવાદ અને કર એટલે આપનાર. ત્રિદેવ ભગવાન શીવજી જ્ઞાન, કર્મ અને ભક્તિ એમ ત્રણ વરદાન ભક્તોને આપનારા છે. જન્‍મથી મહામૃત્‍યુ સુધીની માનવીની સફરનેે ભગવાન શીવજીની ઉપાસના દિવ્‍ય બનાવે છે.

ઉપાસનાનો શ્રેષ્‍ઠ સમય: મહામૃત્‍યુંજય મંત્રની મોટા ભાગે સવારે બ્રહ્રમમુર્હૂતમાં ઉપાસના કરાતી હોય છે. જપમાં જેટલી વધારે શ્રદ્ધા અને ભક્તિ તેટલી ફળપ્રાપ્‍તિ સાધકને થાય છે. જીવનમાં શાંતિ-પ્રભુપ્રાપ્‍તિ અને ઐશ્વર્ય માટે મહામૃત્‍યુંજય મંત્રનો જાપ સતત કરવો જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *