રસી લીધા વગર છૂટકો નથી! વેક્સિન ન લેનાર લોકોનું સરકારી રાશન બંધ- રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ની શિવરાજ સરકારે(Shivraj Sarkar) રાજ્યમાં કોરોના સામેની લડાઈને ઝડપી બનાવવા અને રસીકરણ(Vaccination) વધારવા માટે નવો નિર્ણય લીધો છે. શિવરાજ સરકારે આદેશ આપ્યો છે કે…

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ની શિવરાજ સરકારે(Shivraj Sarkar) રાજ્યમાં કોરોના સામેની લડાઈને ઝડપી બનાવવા અને રસીકરણ(Vaccination) વધારવા માટે નવો નિર્ણય લીધો છે. શિવરાજ સરકારે આદેશ આપ્યો છે કે રાજ્યમાં સરકારી રાશન(Government rations) ફક્ત એવા લોકોને જ આપવામાં આવશે જેમણે રસી લગાવી છે, રસીકરણ વિના રાશન ઉપલબ્ધ થશે નહીં. જોકે, આ આદેશ ડિસેમ્બરથી અમલમાં આવશે અને ત્યાં સુધી લોકોને રસીકરણ અંગે જાગૃત કરવામાં આવશે.

મધ્યપ્રદેશના આરોગ્ય મંત્રી ડો. પ્રભુ રામે પોતે રસીકરણ અંગે લોકોને જાગૃત કરવાની જવાબદારી લીધી છે અને ભોપાલમાં રોકો ટોકો અને હર ઘર દસ્તક અભિયાન હેઠળ તેઓ પોતે રસ્તા પર આવીને લોકોને રસીકરણ અંગે જાગૃત કરી રહ્યા છે.  આરોગ્ય પ્રધાન લોકોને એ પણ પૂછી રહ્યા હતા કે શું કોરોના સામેની રસી આપવામાં આવી છે કે નહીં.

શિવરાજ સરકાર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જેમ બને તેમ ઝડપથી રસીના ડોઝ લેવામાં આવે, પરંતુ જે લોકો રસીના ડોઝ લેશે નહિ તેને સરકાર તરફથી આપવામાં આવતું સરકારી રાશન બંધ કરી દેવામાં આવશે. તેથી મધ્યપ્રદેશના તમામ રહેવાસીઓ રસીના ડોઝ મુકાવે અને કોરોના સામેની જંગને જીતે.

મધ્યપ્રદેશમાં લગભગ 1.15 કરોડ પરિવારોને વાજબી ભાવની દુકાનોમાંથી 4.90 કરોડ લોકોને રાશન આપવામાં આવે છે. રાજ્યમાં લગભગ 2.5 કરોડ લોકો એવા છે જેમણે હજુ સુધી રસીનો બીજો ડોઝ લીધો નથી. મધ્યપ્રદેશ સરકારે 25 ડિસેમ્બર સુધીમાં સંપૂર્ણ રસીકરણનો લક્ષ્યાંક રાખ્યો છે. રાજ્યમાં કુલ 5.49 કરોડ લોકોને રસી આપવામાં આવનાર છે, જેમાંથી 5.3 કરોડ લોકોએ ઓછામાં ઓછો પ્રથમ ડોઝ અને 2.58 કરોડ લોકોએ બંને ડોઝ મેળવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *